Get The App

આક્ષેપિત વકીલ હર્ષ પ્રજાપતિએ બાર એસોશિએશનમાં વકીલના વાયરલ વિડીયો અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરી

વકીલ અશ્વિન પ્રજાપતિનો રામોલ પોલીસ અને અન્ય વકીલ પર આક્ષેપ કરવાનો મામલો

પોલીસ સાથેની સાંઠગાઠનો આક્ષેપ વાયરલ વિડીયોમાં થતા વકીલની ધંધાકીય ઇમેજને નુકશાન થતા બદનક્ષીનો દાવો કરાશે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News

)આક્ષેપિત વકીલ હર્ષ પ્રજાપતિએ બાર એસોશિએશનમાં વકીલના વાયરલ વિડીયો અંગે  કાર્યવાહી કરવા રજૂઆત કરી 1 - image

(વકીલ હર્ષ પ્રજાપતિ) 

અમદાવાદ, શુક્રવાર

થોડા દિવસ પહેલા સોશિયલ મિડીયામં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં વસ્ત્રાલમાં રહેતા અશ્વિન પ્રજાપતિ નામના વકીલનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં વકીલે  હર્ષ પ્રજાપતિ નામના વકીલ અને રામોલ પોલીસ  વચ્ચે સાંઠગાઠનો ગંભીર આરોપ મુક્યો હતો. એટલું જ નહી વિડીયોમાં એવો આક્ષેપ કર્યો હતો કે વકીલની ઓફિસનો ખર્ચ રામોલ પોલીસ જ સંભાળે છે અને વકીલે જ રામોલ પોલીસ સ્ટેશનના કેસ આપીને જુનિયર વકીલોનો કામ આપવામાં આવતુ નથી. આમ, પોલીસ પર અતિ ગંભીર આરોપ મુકાયા હતા.

આક્ષેપિત વકીલ હર્ષ પ્રજાપતિએ બાર એસોશિએશનમાં વકીલના વાયરલ વિડીયો અંગે  કાર્યવાહી કરવા રજૂઆત કરી 2 - image

(એડવોકેડ અશ્વિન પ્રજાપતિ)

હવે આ વિડીયો વકીલો માટે ચર્ચાનો વિષય બન્યો છે.  વકીલ હર્ષ પ્રજાપતિ આ મામલે બાર એસોશીએશનમાં સમગ્ર મામલે રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે તે વકીલ તરીકે બાર એસોશીએશનના નિયમો મુજબ પ્રેક્ટીશ કરે છે.  પોલીસ સાથે તેમની સાંઠગાઠના આક્ષેપથી તેમની ધંધાકીય અને સામાજીક છબીને નુકશાન થયુ છે.  એટલું જ નહી એડવોકેડ અશ્વિન પ્રજાપતિએ કરેલા આક્ષેપ પાયા વિહોણા છે. જેથી બાર એસોશીએશન સમગ્ર મામલે તપાસ કરે અને તથ્ય બહાર લાવે. જેમાં જે કોઇ વકીલની ભૂમિકા શંકાસ્પદ હોય તેમની વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવી. આ ઉપરાંત, આગામી દિવસોમાં  વકીલ હર્ષ પ્રજાપતિ દ્વારા વકીલ અશ્વિન પ્રજાપતિના વિડીયો અંગે બદનક્ષીનો દાવો કરવામાં આવનાર છે.



Google NewsGoogle News