ગુજરાતના 26 સાંસદોએ સંસદ સત્રમાં કેટલી હાજરી આપી અને કેટલા પ્રશ્નો પૂછ્યા? જાણો રિપોર્ટ
ADR Report : દેશમાં લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, 19 એપ્રિલથી સાત તબક્કાની ચૂંટણી પ્રારંભ થશે. જોકે તે પહેલા ADR દ્વારા સાંસદોની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. દેશમાં 16 જૂન-2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. 18મી લોકસભા માટે દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં ચૂંટણીનો પ્રારંભ થશે, ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા 17 જૂન-2019થી 10 ફેબ્રુઆરી-2024 સુધીના જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતના સાંસદોનો પણ ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં ગુજરાત (Gujarat)ના સાંસદોએ સંસદ સત્રમાં કેટલા દિવસ હાજરી આપી અને કેટલા પ્રશ્નો પૂછ્યા તે અંગેની માહિતી અપાઈ છે.
રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠાના સાંસદોએ સંસદમાં સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા
રિપોર્ટ મુજબ સંસદમાં કુલ 273 સત્રો યોજાયા હતા, જેમાં ગુજરાતના 26 સાંસદોએ સરેરાશ 216 સત્ર હાજરી આપી છે. જ્યારે આ દરમિયાન તેઓએ સરેરાશ કુલ 168 પ્રશ્નો પૂછ્યા છે. યાદી મુજબ રાજકોટ, જૂનાગઢ અને બનાસકાંઠાના સાંસદોએ 300થી વધુ પ્રશ્નો સંસદ સત્રમાં પૂછ્યા છે. જ્યારે પંચમહાલ, મહેસાણા, અમદાવાદ પશ્ચિમ, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, અમદાવાદ પૂર્વ, આણંદના સાંસદોએ સંસદમાં યોજાયેલી 273 સત્રોમાંથી 250થી વધુ સત્રમાં ભાગ લીધો છે.
ગુજરાતના 26 સાંસદોએ સંસદમાં આપેલી હાજરી અને પૂછેલા પ્રશ્નોનો રિપોર્ટ