Get The App

અમદાવાદ મ્યુનિ.સંચાલિત SVP હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના દર્દી માટે વોર્ડ શરુ કરાયો

જરુર જણાશે તો એલ.જી.હોસ્પિટલમાં પણ દસ બેડનો વોર્ડ શરુ કરાશે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News

   અમદાવાદ મ્યુનિ.સંચાલિત SVP  હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસના દર્દી માટે વોર્ડ શરુ કરાયો 1 - image

    અમદાવાદ,બુધવાર,24 જુલાઈ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઈરસના દર્દીઓને સારવાર આપવા દસ બેડનો વોર્ડ શરુ કરવામા આવ્યો છે.જરુર જણાશે તો એલ.જી.હોસ્પિટલમાં પણ વોર્ડ શરુ કરાશે.

રાજયના અન્ય વિસ્તારની સાથે અમદાવાદમાં ચાંદીપુરા વાઈરસના કેસની સંખ્યા વધી રહી છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દસ બેડનો વોર્ડ શરુ કરવામાં આવ્યો છે.એલ.જી.હોસ્પિટલ ખાતે લાંભા વોર્ડના ૧૧ મહિનાના બાળકમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણ જોવા મળતા પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર આપવામા આવી રહી છે.મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં અધિકારીઓની વીકલી રીવ્યુ બેઠક મળી હતી.બેઠકમાં  તેમણે મોટેરા વિસ્તારમાં જે સ્થળે ચાંદીપુરા વાઈરસનો કેસ નોંધાયો હતો.તે વિસ્તારમાં જોવા મળતી ગંદકી તાકીદે દુર કરાવવા તેમજ  જયાં પણ કેસ નોંધાય ત્યાં દવાનો છંટકાવ કરવા સહિતની તમામ કામગીરી કરવા સુચના આપી હતી.


Google NewsGoogle News