અમદાવાદમાં નોકરીની શોધ કરનારા માટે બૅન્કમાં કામ કરવાની તક, ધોરણ 10 પાસ પણ અરજી કરી શકશે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Recruitments


ADC Bank Recruitment For Ahmedabad: અમદાવાદમાં નોકરીની શોધ કરી રહેલા અને ખાસ કરીને ધોરણ 10 પાસ યુવકો માટે નોકરીની તક છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બૅન્ક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. એડીસી બૅન્ક દ્વારા ફ્રન્ટ ડેસ્ક ઑફિસર અને ઑફિસ આસિસ્ટન્ટ માટે ધોરણ દસ પાસ ઉમેદવારોની ભરતી કરવાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકે છે.

ભરતી વિગત

એડીસી બૅન્ક દ્વારા અમદાવાદમાં ફ્રન્ટ ડેસ્ક ઑફિસર અને ઑફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે 30 સપ્ટેમ્બર સુધી ઓફલાઇન અથવા એડીસી બૅન્કની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકાશે.

આ પણ વાંચોઃ એપલના કો-ફાઉન્ડરે વર્ષો પહેલાં કંપનીનો દસ ટકા હિસ્સો 800 ડોલરમાં વેચ્યો હતો, આજે કિંમત છે 340 અબજ ડોલર

ફ્રન્ટ ડેસ્ક ઑફિસર

  • શૈક્ષણિક લાયકાત – 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા હોવા જોઈએ
  • વયમર્યાદા – ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ
  • અનુભવ – ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોવો જોઈએ

ઑફિસ આસિસ્ટન્ટ

  • શૈક્ષણિક લાયકાત – ધોરણ 10 પાસ
  • વયમર્યાદા – ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પોસ્ટ માટે પસંદગી કરવા લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેમાં જનરલ નોલેજ, કોમ્પ્યુટરનું જ્ઞાન, બૅન્કિંગ નોલેજ, શોર્ટ નોટ, ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય વિષય આધારિત 100 માર્ક્સનું પેપર પૂછાશે. તેમાં પાસ થયેલા ઉમેદવારોની ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. 

અરજી કેવી રીતે કરવી?

જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારો ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારો બૅન્કની https://www.adcbank.coop/ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી અરજી કરી શકે છે. ઓફલાઇન ઉમેદવારો ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર, ધ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બૅન્ક લિમિટેડ, ગાંધી બ્રીજ નજીક, ઇન્કમ ટેક્સ ઑફિસની સામે, આશ્રમ રોડ, અમદાવાદ – 380014 સરનામા પર પોસ્ટ કે રૂબરૂ મુલાકાત મારફત અરજી કરી શકશે.

અમદાવાદમાં નોકરીની શોધ કરનારા માટે બૅન્કમાં કામ કરવાની તક, ધોરણ 10 પાસ પણ અરજી કરી શકશે 2 - image


Google NewsGoogle News