Get The App

'ક્યાંક બાંધણી તો ક્યાંક આદિવાસી સંસ્કૃતિની ઝલક...' ગુજરાતના આ મતદાન મથકો મતદારો જોતા જ રહી ગયા

Updated: May 7th, 2024


Google NewsGoogle News
'ક્યાંક બાંધણી તો ક્યાંક આદિવાસી સંસ્કૃતિની ઝલક...' ગુજરાતના આ મતદાન મથકો મતદારો જોતા જ રહી ગયા 1 - image


Lok Sabha Election : લોકસભા ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભૂતકાળની ઝાંકી, સંસ્કૃતિને પ્રદર્શિતને પ્રદર્શિત કરી મતદાન મથકો બનાવવામાં આવ્યા છે

'ક્યાંક બાંધણી તો ક્યાંક આદિવાસી સંસ્કૃતિની ઝલક...' ગુજરાતના આ મતદાન મથકો મતદારો જોતા જ રહી ગયા 2 - image

આદિવાસીઓના ભૂતકાળની ઝાંકી, સંસ્કૃતિને આધારિત આદર્શ મતદાન 

બારડોલી લોકસભા મત વિસ્તાર સમાવિષ્ટ મહુવા 170 વિધાનસભાના મત વિસ્તારના મહુવા તાલુકાના વલવાડા ખાતે મોડેલ મતદાન મથક 220 વલવાડા 1 પ્રા. શાળા વલવાડા ખાતે ઊભું કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારમાં આ મોડેલ મતદાન મથકમાં આદિવાસીઓના ભૂતકાળની ઝાંકી, સંસ્કૃતિને પ્રદર્શિત કરી રજૂ કરવામાં આવી છે. અનાજ દળવાની ઘંટી,પાણી ભરવાના કુંજા, વિવિધ ધાન્ય અનાજ, બળદગાડું, વારલી પેઈન્ટિંગ, ઢોલ, ઝૂંપડી, ખેતીના ઓજારો તેમજ વિવિધ પ્રકારના મનમોહક પ્રદર્શનો આ મોડેલ મતદાન મથકે ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકથી મતદારોને મતદાન કરવાની અપીલ કરાઈ છે. 

'ક્યાંક બાંધણી તો ક્યાંક આદિવાસી સંસ્કૃતિની ઝલક...' ગુજરાતના આ મતદાન મથકો મતદારો જોતા જ રહી ગયા 3 - image

જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર 

79-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જેકુરબેન સોની કન્યા વિદ્યાલયનું આદર્શ મતદાન મથક બાંધણીથી સુશોભિત કરાયું. જામનગર જિલ્લામાં કુલ 1247 મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 79- જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ 3-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ) શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે.

અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જૂનામાં જૂનો બાંધણી ઉદ્યોગએ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી અવશ્ય જોવા મળશે. માત્ર જામનગરમાં જ નહીં પરંતુ બાંધણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. નાગરિકોને મતદાન અંગેની અપીલ કરતા જણાવ્યું હતું કે મેં મારો કિંમતી મત આપી દીધો છે. અને પાત્રતા ધરાવતા દરેક લોકોએ ઘર માંથી બહાર નીકળી અવશ્ય મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવી જોઇએ.

'ક્યાંક બાંધણી તો ક્યાંક આદિવાસી સંસ્કૃતિની ઝલક...' ગુજરાતના આ મતદાન મથકો મતદારો જોતા જ રહી ગયા 4 - image

રામસર સાઇટનો દરજ્જો ધરાવતા ખીજડિયા પક્ષી અભયારણ્યની થીમ પર બનાવાયું છે આદર્શ મતદાન મથક

જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરરજો ધરાવતા ખીજડિયા પક્ષી અભ્યારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભ્યારણ્યની આકર્ષક તસવીરો અને અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતનાં 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 300થી પણ વધુ પ્રકારની પક્ષીઓની પ્રજાતિ જોવા મળે છે. 



Google NewsGoogle News