Get The App

ફી માટે વિદ્યાર્થીઓને હેરાન કરતી સ્કૂલો સામે તવાઈ, સુરતની ઘટના બાદ અમદાવાદ શહેર DEOનો પરિપત્ર

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ફી માટે વિદ્યાર્થીઓને હેરાન કરતી સ્કૂલો સામે તવાઈ, સુરતની ઘટના બાદ અમદાવાદ શહેર DEOનો પરિપત્ર 1 - image


Ahmedabad City DEO Circular : સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ એક પરિપત્ર જાહેર કરી ફી માટે વિદ્યાર્થીઓની હેરાનગતિ નહીં કરવા કડક ચેતવણી આપી છે. જો હવે કોઈ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરાશે કે ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેની સામે શિસ્તભંગના નિયમાનુસાર પગલાં લેવામાં આવશે.

આ અંગે અમદાવાદ શહેર ડી.ઇ.ઓ.એ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે ‘સ્કૂલમાં બાળકના સર્વાગી વિકાસનું કામ થતું હોય છે. આવા ઉમદા કામમાં ભાગીદાર થવાનું દરેક સ્કૂલનું ધ્યેય હોવું જોઈએ. શિક્ષકો દ્વારા બાળકનું સારા વાતાવરણમાં શિક્ષણ કાર્ય થાય તે ખૂબ જ જરૂરી છે. કેટલીક સ્કૂલો વિદ્યાર્થીની ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા નથી દેતી, હૉલ ટિકિટ નથી આપતી, રિઝલ્ટ નથી આપતી વગેરે. આ ઉપરાંત સ્કૂલો ફી ભરવા બાબતે વિદ્યાર્થીઓને વારંવાર રજૂઆત કરે છે, જેથી તેમના કુમળા માનસ પર અસર થાય છે. તમામ સ્કૂલે બાકી ફી અંગે વાલીઓ સમક્ષ જ રજૂઆત કરવાની રહેશે.’

આ પરિપત્રમાં કહેવાયું છે કે, ‘તમામ સ્કૂલો  શિક્ષકોને આ પરિપત્રનો અભ્યાસ કરાવે અને જરૂરી સૂચનો કરે. સ્કૂલોમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શિક્ષકોને જાણ પણ કરવામાં આવે. બાળકો માટે સ્કૂલ અને શિક્ષક એક આદર્શ હોય છે અને તેઓ જ આવું વર્તન કરે, તો બાળકોના માનસ પર વિપરિત અસર પડે છે. આ રીતે બાળક માનસિક રોગના ભોગ પણ બની શકે છે. જો કોઈપણ સ્કૂલ, શિક્ષક કે વ્યક્તિ દ્વારા આ જોગવાઈનું ઉલ્લંઘન થતું હોવાની ખબર પડશે અથવા તે અંગે કોઈ ફરિયાદ મળશે અને તેમાં તથ્ય જણાશે તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. 


Google NewsGoogle News