Get The App

પાલનપુર બ્રિજની દુર્ઘટના પર એક્શન કે દેખાડો? CMએ અધિકારીઓને જુઓ શું આપી સૂચના

મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં કેબિનેટ મંત્રી તથા અધિકારીઓને જરૂર પડે તો વધુ નાણાં ખર્ચ કરવા સૂચના આપી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
પાલનપુર બ્રિજની દુર્ઘટના પર એક્શન કે દેખાડો? CMએ અધિકારીઓને જુઓ શું આપી સૂચના 1 - image



પાલનપુરઃ (Palanpur)શહેરમાં આરટીઓ સર્કલ નજીક બ્રીજનાં ગડર પડવાની ગોઝારી ઘટનામાં બે યુવકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો હતો. જેમાં કામ કરતી એજન્સી સામે ગુનો દાખલ કરવામા ના આવતા મૃતકોના પરિવારજનોએ સિમલા ગેટ વિસ્તારમા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરતા (Police Fir)પોલીસ દોડી આવી હતી અને ગુનો દાખલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. (bridge collapse)બ્રિજનું નિર્માણકામ કરતી જી.પી. ઇન્ફાસ્ટ્રકચર કંપનીના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. (Gujarat Govt)ત્યારે હવે આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં પાલનપુર બ્રિજ દુર્ઘટનાને મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી છે અને કેબિનેટ મંત્રી તથા અધિકારીઓને જરૂર પડે તો વધુ નાણાં ખર્ચ કરવા સૂચના આપી છે. 

ગુણવત્તાની બાબતમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી

આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં પાલનપુર બ્રિજ દુર્ઘટનાને લઈને ચર્ચાઓ થઈ હતી.આજની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રી અને અધિકારીઓને આ મામલે સૂચના આપતા કહ્યું છે કે, ગુણવત્તાની બાબતમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી. આ સાથે જરૂર પડે તો વધુ નાણાંનો ખર્ચ કરવા સૂચના આપી છે. અગાઉ પાલનપુરના ધારાસભ્યએ નિવેદન આપતાં કહ્યું હતું કે, આ બહુ દુઃખદ ઘટના બની છે. કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે બ્રિજ બનાવનાર જી.પી.સી ઇન્ફ્રાના ડાયરેક્ટર જી.પી.ચૌધરીએ કહ્યું હતું કે, જે ઘટના બની તેનાથી ખુબ દુઃખી છું, આ ઘટના ગર્ડર લગાવ્યા બાદ કામગીરી ચાલુ હતી ત્યારે બની હતી. હાલ સરકાર આ ઘટનામાં તપાસ કરી રહી છે જેમાં અમે સહકાર આપીશું પણ અમારા દ્વારા કામમાં કોઈ ખામી રખાઈ નથી. અમે તમામ પ્રકારની ગુણવત્તા જાળવીને ડિઝાઇન મુજબ કામગીરી કરી છે.

પાલનપુર બ્રિજની દુર્ઘટના પર એક્શન કે દેખાડો? CMએ અધિકારીઓને જુઓ શું આપી સૂચના 2 - image


Google NewsGoogle News