Get The App

અમદાવાદમાં વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયાનું નવુ કરતુત : કૌભાંડના આરોપીએ ડાયનામીક માઇગ્રેશનના નામે છેતરવાનું શરૂ કર્યું

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયાનું નવુ કરતુત : કૌભાંડના આરોપીએ ડાયનામીક માઇગ્રેશનના નામે છેતરવાનું શરૂ કર્યું 1 - image


Ahmedabad Visa Fraud : અમદાવાદ, નાસિક અને વડોદરામાં પેસેફીક રી-લોકેશન સર્વિસના નામથી કેનેડામાં વર્ક વિઝા અને પીઆરની ઓફર કરીને કેનેડીયન પાસપોર્ટ ધરાવતા નિતીન પાટીલ, વિજયા અને ચેતન શર્મા નામના વ્યક્તિઓએ અનેક લોકો સાથે છેતરપિંડી આચર્યાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. ત્યારે નિતીન પાટીલે ફરીથી વિઝા કૌભાંડના નામે લોકોને ટારગેટ કરવા માટે હવે સોશિયલ મિડીયા પર ડાયનામીક માઇગ્રેશનના નામે પોસ્ટ મુકી હોવાનું સામે આવ્યું છે. જેમાં નિતીન પાટીલે પીઆર, વર્ક પરમીટ જેવી ઓફર મુકી છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં વિઝા આપવાના નામે છેતરપિંડી કરનાર ગઠિયાનું નવુ કરતુત : કૌભાંડના આરોપીએ ડાયનામીક માઇગ્રેશનના નામે છેતરવાનું શરૂ કર્યું 2 - image

સરખેજ પોલીસે મકરબામાં આવેલી પેસેફીક રી-લોકેશન સર્વિસના સંચાલક વિરૃદ્ધ ગુનો નોંધ્યો છેઃ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર માઇગ્રેશનની પોસ્ટ મુકી

 મુળ કેનેડીયન પાસપોર્ટ ધરાવતા નિતીન પાટીલ, વિજયાએ મકરબામાં વિસ્તારમાં પેસેફીક રી-લોકેશન સર્વિસ નામની ઓફિસ શરૂ કરીને કેનેડાના વર્ક વિઝાના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. જે અંગે બોપલમાં રહેતા પારૂલ રાણા નામની મહિલાએ સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે નિતીન પાટીલે અમદાવાદની ઓફિસનું સંચાલન ચેતન શર્માને આપ્યું હતું અને તે કેનેડાથી સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. 

વીઝા કૌભાંડનો ગુનો નોંધાયા બાદ ઓફિસને તાળા મારવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ હજુ પણ અનેક લોકો નાણાં પરત લેવા માટે દોડધામ કરી રહ્યા છે. નિતીન પાટીલે કેનેડા લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એલએમઆઇએ) , ઇમીગ્રેશન  સર્વિસ, પીઆર, તેમજ વિઝા માર્ગદર્શનની ઓફર આપીને તેનું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચાલતુ હતું. જો કે હવે પેસેફીક રી-લોકેશન સર્વિસની ઓફિસ બંધ થતા હવે નિતીન પાટીલે ડાયનામીક માઇગ્રેશનના નામે એક કંપની શરૂ કરીને ફેસબુક પર પોસ્ટ મુકી છે. જેમાં તેણે મોબાઇલ નંબર, નવી કંપનીની વેબસાઇટની વિગતો મુકી છે. જેથી નિતીન પાટીલનું કૌભાંડ ન જાણતા લોકો વીઝાની લાલચમાં આવીને આસાનીથી ટારગેટ થઇ શકે તેવી શક્યતા છે. આ બાબતને ગંભીરતાથી લઇને સરખેજ પોલીસને વિઝા કૌભાંડના આરોપી નિતીન પાટીલ અંગે જાણ કરવામાં આવી છે.


Google NewsGoogle News