ગોધરા નજીક ટેન્કરે કારને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
ગોધરા નજીક ટેન્કરે કારને ટક્કર મારતાં 4 લોકોના ઘટનાસ્થળે મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ 1 - image


Road Accident Near Godhra: ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે. ત્યારે આજે ગોધરા તાલુકાના ગોલ્લવ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે કારને અડફેડે લેતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર  ગોધરા તાલુકા ગોલ્લવ નજીક ટેન્કરે ઇકો કારને અડફેડે લેતાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કરની ટક્કર એટલી ભયંકર હતી કે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસની કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં સવાર સાતેય લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News