Get The App

અમદાવાદના રસ્તા પર નીકળવું જોખમી! વસ્ત્રાલમાં ટ્રકની ટક્કરે બાઈક સવારનું મોત, જજીસ બંગલો રોડ પર કારે મહિલાને લીધી અડફેટે

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
અમદાવાદના રસ્તા પર નીકળવું જોખમી! વસ્ત્રાલમાં ટ્રકની ટક્કરે બાઈક સવારનું મોત, જજીસ બંગલો રોડ પર કારે મહિલાને લીધી અડફેટે 1 - image


Accident News : અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ અને જજીસ બંગલો રોડ એમ બે જગ્યાએ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં વસ્ત્રાલ રિંગ રોડ પર ટ્રકની અડફેટે આવી જતાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે જજીસ બંગલો રોડ પર એક મહિલાને કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં મહિલા ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને અકસ્માતની ઘટનામાં એકનું મોત અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

વસ્ત્રાલ રિંગ રોડ પર અકસ્માતમાં એકનું મોત

મળતી માહિતી મુજબ, અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા વેદ મોલ નજીક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રિપલ સવારી બાઈકને ટ્રકચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર બેઠલા યુવકો નીચે પટકાયા હતા. જેમાં નીતિ ચુનારા નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મિત્રોને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને આઈ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીના વીડિયો મામલે થઈ કાર્યવાહી, ASIને કરાયા સસ્પેન્ડ

જ્યારે શહેરમાં અકસ્માતની અન્ય એક ઘટનામાં જજીસ બંગલો રોડ વિસ્તારમાં રહેતા કાશ્મીરાબહેન ઠાકર નામના મહિલાને ગઈકાલે શનિવારની રાત્રે એક મર્સિડીઝ કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં કાશ્મીરાબહેન ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરી હતી. અકસ્માતને લઈને પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી.


Google NewsGoogle News