વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત: પાંચ વાહનો વચ્ચે ટક્કર, પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
Accident


Vadodara-Halol Road Accident : વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ત્રણ રસ્તા પાસે એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઈકોમાં સવાર એક દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને ટ્રક પલટી ખાઈને અન્ય ત્રણ વાહનો પર પડ્યાં હતા, ત્યારે પાંચ વાહનો વચ્ચે અકસ્માતની ઘટના બનતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

એક સાથે પાંચ વાહનો વચ્ચે ખતરનાક ટક્કર

વડોદરા હાલોલ હાઈવે પર જરોદ ત્રણ રસ્તા પાસે હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર એમ એક સાથે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક દંપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો : ગુજરાતના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

ઈજાગ્રસ્ત ત્રણને હોસ્પિટલ ખસેડાયા

એક સાથે પાંચ વચ્ચે અકસ્માતની ઘટના બનતા પોલીસની ટીમ દોડી આવી હતી. આ દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યમાં લોકોના ટોળા ઉમટી વળ્યાં હતા. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ઈકો કારના પતરા તોડીને દંપનીના મૃતદેહને બહાર કાઢ્યા

લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર એમ પાંચેય વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં સૌથી વધુ ઈકો કારને નુકસાન પહોંચ્યું હતું. જેમાં ઈકો કારના ભૂક્કા બોલી જતાં કારમાં સવાર દંપતિના મૃતદેહને કારના પતરા તોડી બહાર નીકાળવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય કારને રસ્તાથી પરથી હટાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. 

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટની લેટેસ્ટ અપડેટ

પોલીસે શું કહ્યું?

ઘટનાને લઈન જરોદ પોલીસ ઈન્સ્પેક્ટેર જણાવ્યું હતું કે, 'સૌપ્રથમ બે લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત થતાં બંને ટ્રક પલટી થઈ ગયા હતા, આ દરમિયાન અન્ય રિક્ષા, ઈકો કાર અને કિયા કાર પર ક્રેન પડતાં ત્રણેય વાહનો દબાઈ ગયા હતા. તેવામાં કિયા કારની એરબેગ ખુલી જતાં છ લોકોના જીવ બચી ગયા હતા.'

વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત: પાંચ વાહનો વચ્ચે ટક્કર, પતિ-પત્નીના ઘટનાસ્થળે મોત 2 - image


Google NewsGoogle News