અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત
Road Accident In Ahmedabad: અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભમાસરા ગામ નજીક થયેલા એક સાથે ચાર વાહનોનો અથડાયા હતા. જેના કારણે વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેના ભામસરા ગામ નજીક બગોદરા તરફથી એક કાપડના રોલ ભરેલી આઈસર ટ્રક પુરઝડપે ડિવાઇડર સાથે અથડાઈ હતો. આ આઈસર ટ્રક ડિવાઈડર કુદી અન્ય બે આઈસર ટ્રક અને અન્ય એક સિમેન્ટ ભરેલી ટ્રકની સાથે અથડાઈ હતી. જેના કારણે આ વાહનોમાં ભીષણ આગ લાગી હતી. જેમાં અકસ્માત સર્જનાર આઈરસ ચાલક અને ક્લીનરનું મૃત્યુ નિપજ્યું હતું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.