Get The App

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટીમાં વધારો, 11:00 વાગે આજવાની સપાટી 212.05 પર નોંધાઈ

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટીમાં વધારો, 11:00 વાગે આજવાની સપાટી 212.05 પર નોંધાઈ 1 - image


Vadodara Ajwa Lake : વડોદરામાં શુક્રવારની મધરાતે અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં પણ 24 કલાકમાં આશરે ચાર ઇંચ વરસાદ થયો છે, જેના લીધે આજવા સરોવરની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

આજે સવારે 11:00 વાગે આજવાની સપાટી 212.05 ફૂટ હતી. આજવા સરોવરના ઉપરવાસમાં આસોજ ખાતે 67 મીમી, ધનસરવાવ ખાતે 60 મીમી, હાલોલમાં 40 મીમી વરસાદ નોંધાયો છે. એટલે આજવા સરોવરની સપાટી હજી વધશે. જોકે હાલ ગેટ ખોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. 214 ફૂટ સુધી પાણી ભરી શકાય તેમ છે. હાલ વિશ્વામિત્રીમાં 1644 ક્યુસેક પાણીની ઉપરવાસથી આવક થઈ રહી છે, વિશ્વામિત્રી ની સપાટી આજે સવારે કાલાઘોડા ખાતે 16 ફૂટ નોંધાઈ હતી. વિશ્વામિત્રીની સપાટીમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરના મંગળ પાંડે બ્રિજ ખાતે સપાટી 16.50 ફૂટ ,મુજ મહુડા બ્રિજ ખાતે 16.70 ફૂટ અને નાગરવાડા બ્રિજ ખાતે 7 ફૂટ થઈ હતી. સવારે 6:00 વાગે વિશ્વામિત્રીની સપાટી 14 ફૂટ હતી, એટલે કે પાંચ છ કલાકમાં સપાટીમાં બે ફૂટનો વધારો નોંધાયો છે. જ્યારે આજવા સરોવરની સપાટી સવારે 6:00 વાગે 211.90 ફૂટ હતી તેમાં પણ વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર 26 ફૂટ છે, જેનાથી હજી 10 ફૂટ નીચે સપાટી છે.


Google NewsGoogle News