ખેડામાં દારૂની મહેફિલ વચ્ચે મારામારી કરનારા 3 PI સામે કાર્યવાહી, ત્રણેયને સસ્પેન્ડ કરાયા
Kheda Police: ખેડામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો સિગરેટ અને દારૂની મહેફિલ વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે એસપી રાજેશ ગઠિયાએ તપાસના આદેશ આપ્યા હતા. હાલ આ ત્રણેય પોલીસ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ લોકોએ દારૂની મહેફિલ માણી
16 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ લોકો જોવા મળી રહ્યા છે, જેમા તેઓ દારૂની મહેફિલ વચ્ચે મારામારી કરતા જોવા મળે છે. અહેવાલો અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે. આ મામલે ખેડાના એસપી રાજેશ ગઠિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ નડિયાદના ડીએસપી વિમલ વાજપેયીને સોંપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. નડીયાદ ટાઉનના પીઆઈ હરપાલ સિંહ ચૌહાણ, નડીયાદ પશ્ચિમના પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ખેડાના એસપી રાજેશ ગઠિયાએ આ ઘટનાની તપાસ નડિયાદના ડીએસપી વિમલ વાજપેયીને સોંપવામાં આવી હતી.