આશ્ચર્યજનક કિસ્સો: કચ્છ ભૂકંપમાં મૃત્યુ પામી બનાસકાંઠામાં થયો પુનઃજન્મ! 5 વર્ષની દક્ષા હિન્દીમાં કરે છે વાતો
Palanpur : પાલનપુર તાલુકાના ખસા ગામે (Khasa Village) ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી. તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી. તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે. દક્ષા (Daksha)નું કહેવું છે કે, આ તેનો પુનઃજન્મ છે. આ પહેલા તે કચ્છના અંજારમાં હતી. જ્યા 2001માં ભૂકંપ સ્લેબ તેના પર પડતા તે મરણ પામી હોવાનું પણ જણાવી રહી છે.
દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં વાતો કરે છે
ભારતભરમાં હાથ વણાટની ચાદરો, પછેડીયો અને રૂમાલના કારણે પ્રખ્યાત પાલનપુર તાલુકાનું ખસા ગામ હવે ચાર વર્ષની બાળકી તેના પુનઃજન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે. ખસા ગામે વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોર (Jetaji Thakor)ને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. જેમાં સૌથી નાની ચાર વર્ષની દીકરી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરે છે. જેમકે પાણી જોઈતું હોય તો તે કહે છે કે 'માં મુજે પાની દે'. જો કે તેની માતા અભણ હોય દીકરીની વાતોમાં કઈ ગતાગમ પડતી નથી.
હિન્દી બોલવા લાગતા ગ્રામજનો અચરજમાં મુકાયા
અભણ પરિવારની અને શાળામાં પગ મુક્યા વગર ચાર વર્ષની દીકરી હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે આ પરિવારમાં કોઈપણ પ્રકારના ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા ગ્રામજનો અચરજમાં મુકાયા છે. આ બાળકી પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે, અને તેના માતા પિતા સાથે અંજારમાં હતી જ્યા ભૂકંપ વખતે સ્લેબ તેના પર પડતા તે મૃત્યુ પામી હોવાનું પણ રટણ કરે છે. પુનઃજન્મની વાતોથી તેમજ કડકડાટ હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે.
પૂર્નજન્મ થયો હોય તેવું રટણ કરે : પિતા
ખસા ગામના જેમલજી ઠાકોરે જણાવ્યું હતું કે 'મારી ચાર વર્ષની દીકરી દક્ષા અમારી સાથે હિન્દીમા વાત કરતી જેથી અમને અલગ લાગે છે. તે પુનઃજન્મ અને અંજારમાં હતી જ્યાં ભૂકંપ દરમિયાન તેનું મોત થયું હોવાનું રટણ કરતી જેથી અમે તેની વાતને સાચી માની અમેં પણ અચંબામાં મુકાઈ ગયા છીએ.
મેરે પિતા કેક બનાતે થે : દક્ષા
ખસા ગામની ચાર વર્ષની કિશોરી દક્ષા હિન્દીમાં વાતો કરતા જણાવે છે કે 'મે અંજાર કી હું મેરે પિતા કેક બનાને કા કામ કરતે થે, મેરે માતા પિતા ઓર એક ભાઈ બહેનથે, મુજે બહેનકી યાદ આ રહી છે. જહા ભૂકંપ મે મેરા મોત હુઈ થી મુજે અહીં ભગવાન ને ભેજા હે.' આ દીકરીની માતાએ જણાવ્યું હતું કે 'મારી દીકરી ઘરમાં હિન્દીમાં જ વાત કરે છે પરંતુ હું અભણ હોવાથી મને કંઈ ખબર પડતી જ નથી.'