અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRIનું મોટું ઓપરેશન, ત્રણ કંપનીઓમાંથી 500 કરોડનું ઝડપાયું ડ્રગ્સ

આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને DRIનું મોટું ઓપરેશન, ત્રણ કંપનીઓમાંથી 500 કરોડનું ઝડપાયું ડ્રગ્સ 1 - image


ગુજરાતમાં દરિયા કિનારેથી શરૂ થયેલી ડ્રગ્સની હેરાફેરી હવે શહેરોમાં પણ થવા માંડી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં ડ્રગ્સનું વેચાણ વધવા માંડ્યું છે. એવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને  ડીઆરઆઈએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદની જુદી જુદી ત્રણ કંપનીઓમાંથી500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ પણ કરી છે.

બંદરેથી ડ્રગ્સ પકડાઇ રહ્યુ છે તો શહેરોમાંથી વિદેશી દારૂ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અમલમાં છે. દારૂ-ડ્રગ્સ ઉપરાંત અફીણ-ગાંજાનો ધૂમ વેચાણ થઇ રહ્યુ જેથી યુવા પેઢી નશાનો શિકાર બની રહી છે. હપ્તારાજને કારણે માફિયા-બુટલેગરોને જાણે ખુલ્લોદોર મળ્યો છે. આ પરિસ્થિતી એટલી હદે કથળી છેકે, ગુજરાત આજે ઉડતા ગુજરાતમાં પરિવર્તિત થઇ રહ્યુ છે. તેનુ કારણ એછેકે, બંદરેથી ડ્રગ્સ પકડાઇ રહ્યુ છે તો શહેરોમાંથી વિદેશી દારૂ અને ખેતરોમાંથી ગાંજો ઝડપાઇ રહ્યો છે. છેલ્લા બે ત્રણ મહિનામાં જ ગુજરાતમાં ખેતરોમાં ગાંજાનું વાવેતર કરાયુ હોય તેવી એકાદ બે નહીં, સાતેક ઘટના બની છે. આ પરથી ગુજરાત પોલીસે કેટલી સતર્ક છે અને માફિયાઓને પોલીસનો કોઇ ડર જ નથી તે સાબિત થઇ રહ્યુ છે.

Google NewsGoogle News