અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, પુરપાટ ઝડપે કાર હંકારી યુવતીને અડફેટે લીધી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, પુરપાટ ઝડપે કાર હંકારી યુવતીને અડફેટે લીધી 1 - image


Ahmedabad Road Accident : અમદાવાદ શહેરમાં તથ્ય પટેલે સર્જેલા અકસ્માતને લોકો હજુ સુધી કોઈ ભુલી શક્યા નથી. ત્યા હવે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. શુક્રવારે સાંજે સગીરે એક પોશ વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર હંકાવીને એક કિશોરીને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

 પુરપાટ કાર ચલાવીને 16 વર્ષીય યુવતીને અડફેટે લીધી

તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસ બાદ ઘણા અકસ્માતના બનાવો બન્યા રાજ્યમાં છે. ત્યારે અમદાવાદમાં વધુ એક વખત નબીરાએ અકસ્માત સર્જ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજના સમયે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદીપની સોસાયટી નજીક એક સગીર યુવકે પુરપાટ કાર ચલાવીને 16 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ યુવતી નાસ્તો લેવા જઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સગીર 17 વર્ષનો હોવાનું જાણવા મળ્યું

અકસ્માત થતા જ લોકોના ટોળા એક્ઠા થઈ ગયા હતા. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સગીર કાર ચાલકની એન ટ્રાફિક પોલીસે અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં સગીર 17 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તેમજ તેની સાથે તેનો ભાઈ અને બે મિત્રો પણ કારમાં સવાર હતા. 

અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, પુરપાટ ઝડપે કાર હંકારી યુવતીને અડફેટે લીધી 2 - image


Google NewsGoogle News