એરપોર્ટ પર નોકરી કરતી મહિલાની લાશ હોટલમાંથી મળી, હત્યાની શંકા
એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે તંદુર હોટલની ઘટના
મહિલા એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી
અમદાવાદ, રવિવાર
અમદાવાદ એરપોટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતી ૨૩ વર્ષની મહિલાનો મૃતદેહ હાસોલ ચોકી સામે આવેલી હોટલમાંથી મળી આવી હતી. મહિલાની હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. એરપોર્ટ પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ શરુ કરી છે.
મહિલા એરપોર્ટ પર ફૂડ કોર્ટમાં નોકરી કરતી હતી રુમની સફાઇ કરતી વખતે મહિલાના મૃતદેહની જાણ થઇ
મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ રામોલ ખાતે રહેતા મહિલા અમદાવાદ એરપોર્ટ ઉપર ફૂડ કોર્ટમાં નોકરી કરતા હતા. આજે બપોરે એરપોર્ટ પોલીસને એરપોર્ટ નજીક હાસોલ ચોકી સામે હોટલ તંદુરના રુમમાંથી તેમની લાશ મળી હોવાની જાણ થઇ હતી.
આ બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોટલ ઉપર પહોચી ગયા હતા અને હોટલના સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાના ગળા ઉપર નિશાન મળી આવ્યા હતા જેને લઇને હત્યાની શંકા સેવાઇ રહી છે. પોલીસે તે દિશમાં તપાસ હાથ ઘરી છે.