Get The App

સરદારનગર અને બાપુનગરમાંથી ચાઇનીઝ દોરીના ૬૩ ટેલર સાથે ચાર પકડાયા

તાજેતરમાં ચાઇનીઝ દોરીના ૭૦થી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા

ક્રાઇમ બ્રાંચે આરોપીઓને રૃા. ૫૦ હજારની દોરીના રીલ સાથે દબોચ્યા

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
સરદારનગર અને બાપુનગરમાંથી  ચાઇનીઝ દોરીના ૬૩ ટેલર સાથે ચાર પકડાયા 1 - image

અમદાવાદ, રવિવાર

ઉત્તરાયણ પર્વના આડે હવે બે દિવસ બાકી છે ત્યારે બજારોમાં બેરોકટોક ખૂલ્લેઆમ ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે શહેર પોલીસે તાજેતરમાં અલગ અલગ વિસ્તારમાંથી ૭૦થી વધુ ચાઇનીઝ દોરીના કેસ કર્યા હતા ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે સરદારનગર અને બાપુનગરમાંથી રૃા. ૫૦ હજારના ચાઇનીઝ દોરી વેચતા ચાર લોકોની ધરપકડ કરી હતી  અને તેમની પાસેથી ઘાતક દોરીના ૬૩ ટેલર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતિબંધિત ઘાતક દોરીનું બોરકટોક ધૂમ વેચાણ ઃ ક્રાઇમ બ્રાંચે આરોપીઓને રૃા. ૫૦ હજારની દોરીના રીલ સાથે દબોચ્યા

ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે સરદાનગરમાં નંદીગ્રામ સર્કલ પાસે જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ન્યું શાહીબાગમાં શિવાલીક હાઇટ્સ ખાતે રહેતા જીતભાઇ પરાગભાઇ પટેલ અને અસારવા હાજી માસ્તરની ચાલીમાં રહેતા સાહિલ સૈયદને પકડી પાડીને તેમની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ૪૦ હજાર કિંમતાના ૪૦ ટેલર સાથે કુલ રૃા. ૧.૪૦ લાખની મતા કબજે કરી હતી.

બીજી બનાવમાં ક્રાઇમ બ્રાંચે બાપુનગર ચાર રસ્તાથી હડકમાતા મંદિર સામે જાહેરમાં દોરી વેચતા મેઘાણીનગરમાં ફાટક પાસે ગાંધી સોસાયટીમાં રહેતા સચીનભાઇ ભરતભાઇ પટણી અને બાપુનગરમાં મોહનનગર ખાતે રહેતા ધીરેનભાઇ અરુણભાઇ પટણીને રૃા. ૫,૭૫૦ની કિંમતના કુલ ૨૩ ચાઈનીઝ દોરીના રીલ સાથે પકડી પાડયા હતા.


Google NewsGoogle News