પૂજાની થાળી સાથે રિક્ષામાં બેઠેલા વૃદ્ધાની સોનાની બંગડી ચોરી લીધી
મણિનગરમાં સવારે મંદિરે પૂજા કરવા ગયા હતા
મંદિર જઇ ખબર પડી રૃા. ૬૦ હજારની બંગડી કાઢી લીધી
મણિનગરમાં રહેતા વૃદ્ધા મંદિર પૂજા કરવા માટે શટલ રિક્ષામાં બેઠા હતા. દરમિયા મંદિર આવતા રિક્ષામાં બેઠેલી અજાણી મહિલાને પૂજાની થાળી પકડવા માટે આપી હતી જો કે મંદિરમાં ગયા પછી ખબર પડી કે અજાણી મહિલાએ વૃદ્ધાના હાથમાંથી રૃા. ૬૦ હજારની બંગડી કાઢી લીધી હતી.
ઉતરી વખતે રિક્ષામાં બેઠેલી મહિલાને પૂજાની થાળી આપી મંદિર જઇ ખબર પડી રૃા. ૬૦ હજારની બંગડી કાઢી લીધી
પાલડીમાં રહેતી મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક અને એક અજાણ્યા પુરુષ તથા મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે મણિનગરમાં રહેતા તેમના વૃદ્ધ માતા ગઇકાલે ભૈરવનાથ મંદિરે પૂજા કરવા માટે જતા હતા ત્યારે ઘર પાસેથી શટલ રિક્ષામાં પૂજાની થાળી લઇને બેઠા હતા.
રિક્ષામાં બેસતા ફાવતું ન હોવાથી પાછળ બેઠેલો એક શખ્સ રિક્ષા ચાલક પાસે જઇને બેઠો હતો, તેવામાં મંદિર આવતા વૃદ્ધાએ અજાણી મહિલાને પૂજાની થાળી પકડવા આપી હતી ફરિયાદીના માતાને મંદિરમાં ગયા પછી ખબર પડી કે એક હાથમાંથી સોનાની રૃા. ૬૦,૦૦૦ ની કિંમતની બંગડી તેમના માતાની નજર ચૂકવીને મહિલાએ કાઢી લીધી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે રિક્ષાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.