Get The App

VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો ઝગડો

Updated: Apr 2nd, 2025


Google News
Google News
VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો ઝગડો 1 - image


Attack on elderly In Ahmedabad: અમદાવાદમાં પાલતુ શ્વાનને લઈને એક વૃદ્ધ હુમલો થયો છે. શહેરના કૃષ્ણનગરમાં એક વૃદ્ધ પર પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કર્યો હતો. રસ્તા પર રખડતા પાલતુ શ્વાનને લઈને થયેલા ઝઘડામાં બાબા હીરાલાલ પરમાર નામના વૃદ્ધને લાકડીથી માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. 



મળતી માહિતી અનુસાર, પાલતુ શ્વાનને રસ્તા પર લઘુશંકા કરાવવા બાબતે મામલો બિચક્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધ બાબા હીરાલાલ પરમાર પર હુમલો કર્યો હતો. જ્યારે આ ઘટનામાં પરિવારે વીડિયો ઉતારતી મહિલાને પણ ધમકી આપી હતી. આ મામલે પરશુરામ સિપા, શ્રીકાંત સિપા, સની સિપા સામે સોસાયટીના રહીશોએ કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ ધરી છે.

VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો ઝગડો 2 - image


Tags :