અહિયાંના દાદા છીએ કહી યુવકને પકડી રાખી ઢોર માર મારી ચાકુથી હુમલો કર્યો
નરોડામાં ખાણી પીણી દુકાન પાસે ગાળો બોલવાની ના પડતાં દુકાનદાર સાથે તકરાર કરી
તું અમારી સામે મળીશ તો જાનથી મારી નાખીશું
અમદાવાદ, મંગળવાર
નરોડામાં ધાક જમાવવા માટે બે શખ્સોએ દુકાનદારને પકડી રાખીને ઢોર માર મારીને ચાકુથી હુમલો કર્યો હતો અને અમે આ વિસ્તારના દાદા છીએ કહીને ધમકી આપી કે તું અમારી સામે મળીશ તો જાનથી મારી નાખીશું. આ બનાવ અંગે નરોડા પોલીસે બે લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ધાક જમાવવા યુવકને જાહેરમાં માર મારીને ધમકી આપી કે તું અમારી સામે મળીશ તો જાનથી મારી નાખીશું
પાશ્વૅનાથ ટાઉનશીપ ખાતે ભાડાની મકાનમાં રહેતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા પાશ્વૅનાથ ખાતે રહેતા અજય સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ બે દિવસ પહેલા દુકાન પાસે ગાળો બોલતા હોવાથી ત્યાં બેસવાની ના પાડી હતી જે તે સમયે તેઓ જતા રહ્યા હતા.
ગઇકાલે સાંજે ફરીથી આવીને દુકાન પાસે બેસીને ગાળો બોલતા હતા જેથી યુવકે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયા હતા અને યુવક સાથે તકરાર કરીને યુવકને પકડી રાખીને લાતો ફેંટથી ઢોર માર મારીને ચાકુથી હુમલો કર્યો હતો અને અમે આ વિસ્તારના દાદા છીએ કહીને ધમકી આપી કે તું અમારી સામે મળીશ તો જાનથી મારી નાખીશું. આ ઘટના અંગે નરોડા પોલીસે બે લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.