Get The App

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે

તળાવની ફરતે વોકવે,બગીચા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Updated: Mar 21st, 2025


Google News
Google News
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે 1 - image

       

 અમદાવાદ,ગુરુવાર,20 માર્ચ,2025

અમદાવાદના મુમતપુરા અને હેબતપુરા તળાવને રુપિયા આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે.મુમતપુરા તળાવને રુપિયા ૪.૩૧ કરોડ તથા હેબતપુર તળાવને રુપિયા ૩.૮૬ કરોડના ખર્ચે ડેવલપ કરી તળાવમાં પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે.તળાવની ફરતે વોકવે તથા બગીચા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

જોધપુર વોર્ડમાં આવેલા મુમતપુરા તળાવની ૧૦૭.૫૦ મિલીયન લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.તળાવનો એરીયા ૩૫,૮૧૯ ચોરસ મીટર છે.આ તળાવને ડેવલપ કરવા રુપિયા ૪.૩૧ કરોડના ખર્ચથી એસ.જી.બાગવાન એજન્સીને કામગીરી અપાશે.તળાવની ડેવલપમેન્ટ કામગીરીમાં ખંભાતી કૂવા બનાવી પાણીને જમીનમાં ઉતારાશે.કીનારા ઉપર રાઈપેરી અને ઝોનના પાન થકી પાણીનુ શુધ્ધિકરણ કરવામાં આવશે.તળાવની વચ્ચે હાલના ટાપુ ઉપર ફુલ અને છોડ વિકસાવી અમદાવાદ આસપાસના વિસ્તારમાંથી સ્થળાંતર કરી આવતા પક્ષીઓ માટે જૈવ નિવાસસ્થાન બનાવવામાં આવશે.વોકીંગ ટ્રેક, નાના બાળકો માટે રમતગમતના સાધન તથા સિનીયર સીટીઝન માટે બેસવા સહીતની અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.થલતેજ વોર્ડમાં આવેલા હેબતપુર તળાવને રુપિયા ૩.૮૬ કરોડના ખર્ચે ડેવલપ કરવા કોન્ટ્રાકટર પાર્થ કન્સ્ટ્રકશનને કામગીરી અપાશે.તળાવને ફરતે લેન્ડ સ્કેપીંગ, સ્ટ્રોમ વોટરલાઈન નંખાશે.તળાવની સફાઈ માટે રેમ્પ સહીતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લાંભા ગામ તળાવમાં છ કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવાશે

પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત લાંભા ગામ તળાવમાં રુપિયા ૬.૮ કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ બનાવવા કોન્ટ્રાકટર યમુનેશ કન્સ્ટ્રકશનને કામગીરી અપાશે.

 

Tags :