શહેર ઉપર મેઘકૃપા યથાવત જોધપુર,સરખેજમાં સવા ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડયો
શુક્રવારે સવારે શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
અમદાવાદ,શુક્રવાર,27 સપ્ટેમ્બર,2024
અમદાવાદ ઉપર મેઘરાજાએ કૃપા યથાવત રાખી હોય એમ શુક્રવારે
સવારથી જ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડયો હતો.સવારના ૬થી
સાંજના ૭ કલાક સુધીમાં જોધપુર અને સરખેજ વિસ્તારમાં સવા ઈંચ ઉપરાંત વરસાદ વરસી
પડયો હતો. સરેરાશ ૧૨.૧૨ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૩૮.૩૫ ઈંચ નોંધાયો
હતો.
શુક્રવારે સવારથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની
શરુઆત થઈ હતી. પૂર્વમાં આવેલા રામોલ,
દક્ષિણમાં આવેલા મણિનગર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહયો હતો.સવારના ૬થી
બપોરના ૧૨ કલાક સુધીમાં સરખેજમાં ૩૭.૫૦ મિ.મી., વાસણા વિસ્તારમાં ૩૧.૫૦ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો
હતો.જોધપુર વિસ્તારમાં ૨૯ મિલીમીટર તથા મકતમપુરામાં ૨૧ અને મણિનગર અને દાણાપીઠ
વિસ્તારમાં અનુક્રમે ૧૯ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.વાસણા બેરેજ ખાતે ૧૩૦.૨૫
ફૂટ લેવલ નોંધાયુ હતુ.બેરેજના ગેટ નંબર-૨૫,૨૬ અને ૨૮
બે ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા.
શહેરમાં કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
રામોલ ૧૯
વાસણા ૩૨
પાલડી ૧૨
બોડકદેવ ૧૨
સરખેજ ૩૯
જોધપુર ૩૩
મકતમપુરા ૨૨
દાણાપીઠ ૧૯
દૂધેશ્વર ૧૪
મણિનગર ૧૯