Get The App

જામનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત, રાજકોટમાં ચાર બાળકોના રિપોર્ટ નેગેટિવ

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Chandipura virus


Chandipura virus in Government GG Hospital of Jamnagar : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર છવાયો છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં મૃત્યુ પામેલા ખંભાળિયાના બાળકના લોહીના સેમ્પલ પુનાની લેબોરેટરીમાં મોકલતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝિટિવ મળી આવ્યો છે. જ્યારે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અન્ય ચાર બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે. 

જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ પામેલું બાળકો ચાંદીપુરા પોઝિટિવ

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ખંભાળિયાના એક બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટૂંકી સારવાર બાદ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બાળકના રોગની તપાસ કરવા માટે તેના લોહીના સેમ્પલને પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બાળકના રિપોર્ટ પોઝિટિવ આવતા તે ચાંદીપુરા વાયરસથી પીડિત જણાયો હતો. જ્યારે બાળકનું મૃત્યુ થયું હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા તેના પરિવારજનો તેમજ આસપાસના વિસ્તારમાં સ્વાસ્થ્યને લઈને સચોટ પગલા લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે? કેવી રીતે ફેલાય છે આ, જાણો સંપૂર્ણ માહિતી

ચારેય બાળકોના રિપોર્ટ નેગેટિવ

આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ચાર બાળકોને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે આ ચારેય બાળકોના લોહીના સેમ્પલ લઈને પુનાની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે. બીજી તરફ, આ ચારેય બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્યતંત્રએ હાશકારો અનુભવ્યો છે.

આ પણ વાંચો : કુપોષિત ગુજરાત: 5.70 લાખ બાળકો પોષણથી વંચિત, ચાંદીપુરાના સંક્રમણનું આ પણ એક કારણ

જામનગરમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત, રાજકોટમાં ચાર બાળકોના રિપોર્ટ નેગેટિવ 2 - image


Google NewsGoogle News