૧૦ હજાર પાછા આપવાના બદલે પાઇપથી હુમલો કરતાં યુવક સારવાર હેઠળ
નારોલમાં યુવકને રૃપિયા લેવા રંગોલીનગર બોલાવીને ચાર શખ્સો હુમલો કર્યો
કપાળ પીઠમાં પાઇપ મારતાં યુવક નીચે પડયો બાદ ઢોર માર માર્યો
અમદાવાદ,સોમવાર
નારોલમાં યુવકે તેના મિત્રને ઉછીના રૃપિયા ૧૦ હજાર આપ્યા હતા. યુવકે રૃપિયાની માંગણી કરતા સાંજે મળજે તેમ કહીને ઘરની પાસે બોલાવ્યો અને રૃપિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો યુવકે આરોપીને તેના પિતાને વાત કરીશ તેમ કહેતા લોખંડની પાઈપથી હુમલો કરીને યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. હાલમાં યુવક સારવાર હેઠળ છે, આ બનાવ અંગે નારોલ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં પિતાને વાત કરીશ તેમ કહેતા કપાળ પીઠમાં પાઇપ મારતાં યુવક નીચે પડયો બાદ ઢોર માર માર્યો
નારોલમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટશનમાં નારોલમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે થોડા મહિના અગાઉ યુવકે તેના મિત્રને ટુકડે-ટુકડે હાથ ઉછીના રૃા.૧૦ હજાર આપ્યા હતા અને જયારે પણ રૃપિયા માંગતો ત્યારે મિત્ર જુદા-જુદા બહાના બતાવતો હતો. ગઇકાલે યુવકે તેના મિત્રને રૃપિયા માટે ફોન કરતા સાંજે મળજે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ જમીને ગંગોત્રીનગર પાસે રૃપિયા લેવા મિત્રને પાસે ગયો હતો. રૃપિયા માંગતા મિત્રે રૃપિયા આપવાથી ઇન્કાર કરી દીધો હતો.
જેથી યુવકે જો તું રૃપિયા નહી આપે તો મારે તારા પિતાને જાણ કરવી પડશે તેમ કહેતાની સાથે જ આરોપી અને તેની સાથે આવેલા ચાર લોકો ફરિયાદી યુવકને મારવા લાગ્યા અને લોખંડની પાઈપથી હુમલો કરતાં યુવક નીચે પડી ગયો હતા ત્યારબાદ ઢોર માર માર્યો હતો વધુ મારથી બચવા માટે તેની સોસાયટીમાં જતા રહેતા ચારેય આરોપી નાસી ગયા હતા.