અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું હાર્ટ-એટેકથી મોત, ભોજન પીરસતા સમયે અચાનક ઢળી પડ્યા

મહિલા ગુજરાતી શાળા નં 1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા હતા

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું હાર્ટ-એટેકથી મોત, ભોજન પીરસતા સમયે અચાનક ઢળી પડ્યા 1 - image

 

Another death due to heart attack in Gujarat : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેક (heart attack)થી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યા છે જેમાં આજે અમદાવાદની મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 

હજુ થોડા દિવસો પહેલા જ અમદાવાદના યુવકનું મોત થયું હતું

હજુ થોડા દિવસો પહેલા જ હર્ષ સંઘવી નામાનો યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયુ હતું તો બીજા કિસ્સામાં સુરતમાં એક યુવક ગરબા ક્લાસિસમાં અવનવા સ્ટેપ શીખી રહ્યો હતો તે દરમિયાન તે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો હતો. આ સિવાય રાજકોટમાં પણ પાંચ લોકોના હાર્ટ એટેકથી (five person death in Rajkot due to heart attack) મોત થયા છે ત્યારે આજે અમદાવાદમાં ગુજરાતી શાળા નં 1માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા ભોજન પીરસતા સમયે હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે 108ને બોલાવવામાં આવી હતી, જો કે તબીબે મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ મહિલાની ઉમર આશરે 60 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં હાર્ટએટેકથી ત્રણ લોકોના મોત થયા હતા

આ પહેલા જામનગરમાં બે ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા જેમાં પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસમાં ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા વિનીત કુંવરિયા નામના 19 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. જામનગરમાં અન્ય એક બનાવમાં શહેરમાં મ્હાલક્ષમી ચોક વિસ્તારમાં આવેલી 100 વર્ષ જૂની વૈદ્યની દવાની પેઢીમાં ભારે કરુણાંતિકા સર્જાઇ હતી. 30 વર્ષિય યુવાન પુત્રને હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ થયા પછી તેના થોડા કલાકો બાદ માતા પણ આઘાતમાં સરી પડતા જીવ ગુમાવ્યો હતો. માતા પુત્ર બનેના મૃત્યુને લઈને સમગ્ર પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. 

અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું હાર્ટ-એટેકથી મોત, ભોજન પીરસતા સમયે અચાનક ઢળી પડ્યા 2 - image


Google NewsGoogle News