Get The App

અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા, શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
lake


Gujarat Rain: અમદાવાદમાં ત્રણ દિવસમાં સરેરાશ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. 130 તળાવ શહેરમાં મ્યુ. હસ્તક આવેલા છે. આ પૈકી 53 તળાવો ઈન્ટરલિંક કરવામા આવેલા છે.આમ છતાં તળાવોમાં બાર મહિના પાણી જોવા મળતુ પણ નથી. તોય મ્યુ. શાસકોએ 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા અંગે હરખની હેલી વ્યકત કરી હતી.

અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા

વર્ષ-2003 સુધીના સમયમાં જે તે સમયે ઔડા હસ્તક આવેલા તળાવોને એકબીજા સાથે જોડી ઈન્ટરલિંક કરવામાં આવ્યા હતા. પાછળથી ઔડા હસ્તકના વિસ્તારો મ્યુનિસિપલ હદમાં સમાવવામા આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિવિધ વોર્ડમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરવા પ્રયાસ શરુ કર્યા હતા.જેથી વરસાદની મોસમમાં આ તળાવોમાં પાણી ભરાય. મ્યુ.ના વોટર રીસોર્સ મેનેજમેન્ટ વિભાગના વિજય પટેલનો તળાવો બાબતમાં સંપર્ક કરાતા તેમનો સંપર્ક થઈ શકયો નહતો.

આ પણ વાંચો: 12 ઈંચ વરસાદે દ્વારકાને ઘમરોળ્યું, ગુજરાતના 235 તાલુકામાં મેઘમહેર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

મ્યુ.હસ્તક શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ, મ્યુ.હસ્તકના 130 તળાવ પૈકી 53 તળાવ એકબીજા સાથે ઈન્ટરલિંક કરવામા આવેલા છે. નોંધનીય બાબત એ છે કે, અગાઉના વર્ષોમાં તળાવોને ઈન્ટરલિંક કરવા મોટી રકમનો ખર્ચ તંત્ર તરફથી કરાયો હોવા છતાં બાર મહિના તળાવોમાં પાણી રહેતા નથી.

અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા, શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથી 2 - image



Google NewsGoogle News