અમદાવાદ એરપોર્ટમાં 2023માં 81 અને 6 વર્ષમાં 319 વખત વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાયા
ગુજરાતમાં વિમાન સાથે પક્ષી-પ્રાણીની ટક્કરની 6 વર્ષમાં કુલ 467 ઘટના
આ મામલે સુરત બીજા જ્યારે વડોદરા ત્રીજા સ્થાને
અમદાવાદ, મંગળવાર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવાવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ઓક્ટોબર સુધી જ અમદાવાદ એરપોર્ટમાં વિમાન સાથે પક્ષી-પ્રાણીની ટક્કરને 81 ઘટના નોંધાઇ છે.
વિમાનની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયા
ગુજરાતના 9 મુખ્ય એરપોર્ટમાં વિમાન સાથે પક્ષી-પ્રાણી ટકરાવવાની 6 વર્ષમાં કુલ 467 ઘટના નોંધાયેલી છે. જેમાં સૌથી વધુ 319 ઘટના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટમાં છે. આ પૈકી સૌથી સૌથી વધુ 81 ઘટના માત્ર ઓક્ટોબર સુધી જે નોંધાઈ છે. જેના ઉપરથી જ અમદાવાદ એરપોર્ટમાં ટેક્ ઓક્-લેન્ડિંગ કરતાં વિમાનની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે. 2018થી 2023 સુધી સુરતમાં 68 જ્યારે વડોદરામાં 43 ઘટના નોંધાયેલી છે.
બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય છે
અમદાવાદ એરપોર્ટમાં બર્ડ હિટ ઉપર અંકૂશ મેળવવા માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેના ભાગરૂપે નિયમિતરૂપે ફટાકડા ફોડવા, લેઝર ગન્સ-ઝોન ગન્સ, ફેરોસ લાઈટ ટ્રેપ જેવા સાધનના ઉપયોગનો સમાવેશ થાય છે. આમ છતાં બર્ડ હિટ ઉપર અંકૂશ મેળવી શકાયો નથી. સામાન્ય રીતે ચોમાસામાં બર્ડ હિટના કેસ વધારે જોવા મળતા હોય છે. બર્ડ હિટથી મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય જ છે તેની સાથે એરક્રાફ્ટને પણ ભારે નુકસાન થતું હોય છે. ઘણીવાર વિમાનના એન્જિન સાથે બર્ડ હિટ થતાં બ્લેડ પણ તૂટી છે. બર્ડ હિટ થયા બાદ ટેક્ ઓફ થયેલા ફૂફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટમાં જ પેરત લાવીને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે છે.