Get The App

ગુજરાતના આ શહેરમાં થાય છે સૌથી વધુ અકસ્માત, દરરોજ 75 વ્યક્તિને પહોંચે છે ઈજા

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ગુજરાતના આ શહેરમાં થાય છે સૌથી વધુ અકસ્માત, દરરોજ 75 વ્યક્તિને પહોંચે છે ઈજા 1 - image


Accident in Ahmedabad: અમદાવાદમાં વાહન અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024 અમદાવાદમાંથી જ 20,159 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ગત વર્ષની સરખામણીએ વાહન અકસ્માતથી ઈજાના પ્રમાણમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે.

ઈમરજન્સી સેવા  108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 સુધી 78,415 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા પહોંચી છે. આ સ્થિતિએ રોજ સરેરાશ 75 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા બાદ ઈમરજન્સી સેવાની મદદ લીધી છે. બીજી તરફ વર્ષ 2023 આ સમયગાળામાં અમદાવાદમાં 19,122 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થતાં ઈમરજન્સીની મદદ લેવી પડી હતી.

આ પણ વાંચો: દિવાળી ટાણે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, ગાજવીજ સાથે 7 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોને નુકસાન


આ વર્ષે 1.19 લાખથી વધુને વાહન અકસ્માતમાં ઈજાઓ પહોંચી

બીજી તરફ ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી વાહન અકસ્માતથી ઈજાના કુલ 1,19,220 કેસ નોંધાયા છે. આમ, પ્રતિ દિવસે દરરોજ સરેરાશ 436ને વાહન અકસ્માતમાં ઈજા પહોંચે છે. 2023 આ સમયગાળામાં વાહન અકસ્માતથી ઈજાના 1.16 લાખ કેસ નોંધાયા હતા. આ વર્ષની સ્થિતિ જોતાં કહી શકાય કે ગુજરાતમાં રોજ થતાં અકસ્માતમાંથી 17 ટકા માત્ર અમદાવાદના હોય છે.

ગુજરાતના આ શહેરમાં થાય છે સૌથી વધુ અકસ્માત, દરરોજ 75 વ્યક્તિને પહોંચે છે ઈજા 2 - image


Google NewsGoogle News