Get The App

ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ

Updated: Nov 29th, 2024


Google News
Google News
ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ 1 - image


Transgender Terror in  Ahmedabad: અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. ત્યારે બુધવારે (27મી નવેમ્બર) ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા મોના માસી ઉર્ફે હિરાલાલ પરમાર સહિત સાત કિન્નરની ધરપકડ કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. 

આ પણ વાંચો: પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડનાર વ્યક્તિ ઝડપાયો, દ્વારકામાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી


કિન્નરોની દાદાગીરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કિન્નરોની વારંવારની દાદાગીરીથી કંટાળી સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. લોકોની માગ કરી હતી કે,  પોલીસ તેમની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે. જેથી આ પ્રકારની ઘટના બીજા કોઈ સાથે ન બને અને ભવિષ્યમાં અન્ય લોકો હેરાન ન થાય. 

ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ 2 - image


Tags :
Transgender-TerrorAhmedabad

Google News
Google News