અમદાવાદમાં સબ રજીસ્ટ્રાર પાસેથી મળી આવેલી 58 લાખની રોકડ સંદર્ભમાં સાત મહિના બાદ એસીબીએ ગુનો નોંધ્યો

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં સબ રજીસ્ટ્રાર પાસેથી મળી આવેલી 58 લાખની રોકડ સંદર્ભમાં સાત મહિના બાદ એસીબીએ ગુનો નોંધ્યો 1 - image


- વેજલપુરની સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્ટ્રાર રૂપિયા દોઢ લાખની લાંચ કેસમાં ઝડપાયા હતા

અમદાવાદ,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર

લાંચ-રૂસ્વત વિરોધી વિરોધ દ્વારા આશરે એક વર્ષ પહેલા વેજલપુર સ્થિત સબ રજીસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમજ તેમના ઘરેથી 53 લાખની રોકડ મળી આવી હતી. આ અંગે એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તુલસીદાસની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તે 58 લાખની રોકડ સંદર્ભમાં કોઈ ખુલાસો ન કરી શકતા અંતે તેમના વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

 આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે જીવરાજ પાર્કમાં આવેલી રામતીર્થ સોસાયટીમાં રહેતા તુલસીદાસ મારકણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં સબ રજીસ્ટાર વર્ગ ત્રણ તરીકે ફરજ બજાવતા હતા. ગત ઓગસ્ટ મહિનામાં એસીબીએ ગોડો પાડયો હતો અને તુલસીદાસને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ સમયે એસીબીની એક ટીમે તેમના ઘરે તપાસ કરી તે સમયે તેમના એક પરિચિત વ્યક્તિ ઘરેથી એક બેગમાં કેટલીક રોકડ અને શંકાસ્પદ વસ્તુ લઈને નાસતા જતા પકડાયા હતા. તપાસમાં રૂપિયા 58 લાખની રોકડ અને 12 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. અંગે ACB એ તેમજ પોલીસે કાર્યવાહી કરી હતી. 

એસીબીએ મળી આવેલી રોકડ અંગે તુલસીદાસની પૂછપરછ  કરી હતી પરંતુ તે આ રોકડ અંગે ખુલાસો કરી શક્યા નહોતા. જેના આધારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા શનિવારે તુલસીદાસ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. કે સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી છે.


Google NewsGoogle News