ચાંદીની થાળીમાં જમવાના 600 અને બુફેમાં 1000 રૂપિયા, કર્ણાવતી ક્લબનો હાસ્યાસ્પદ નિર્ણય!
Representative Image |
Karnavati Club News: નવરાત્રિ પછી દૂધ પૌંઆના કાર્યક્રમમાં ધસારો થઈ જતાં મિસમેનેજમેન્ટની બૂમો પડી ગયા પછી કર્ણાવતી ક્લબના સંચાલકોએ દીવાળી પછીના સ્નેહ મિલનમાં ગેસ્ટને ભોજન પીરસવાના રૂ. 1000 કરી દીધા છે. સભ્યને માત્ર રૂ.200 ચૂકવવાના છે તેની સામે બિન સભ્ય કે સભ્યના ગેસ્ટને રૂ. 1000 લઈને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે.
સરભરા રેસ્ટોરામાં ચાંદીની થાળીમાં પીરસીને ભોજન આપવાના રૂ. 600 લેવાય છે તેની સામે ગેસ્ટના રૂા. 1000 લેવાના વર્તમાન હોદ્દેદાર અને પ્રમુખના નિર્ણયને હાસ્યાસ્પદ નિર્ણય તરીકે સ્ટાફના સભ્યો પણ ઓળખાવી રહ્યા છે. કારણ કે સ્નેહમિલનમાં બૂફે ડિનર છે.
બૂફેના આ ભાવ લેવાના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. સભ્યોનું બુકિંગ 1400 સુધી ન પહોંચ્યું હોવાનું અને ગેસ્ટ પાસના બુકિંગ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.