વડોદરામાં 60 વર્ષના વૃદ્ધે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીને ઝડપ્યો
Varodara News : વડોદરામાં 60 વર્ષીય નરાધમે 16 વર્ષીય સગીરાને બળજબરીથી બિલ્ડીંગના બેઝમેન્ટમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે. દુષ્કર્મની ઘટના મામલે પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ આરોપીની સ્થાનિકો જોડે હાથાપાઈ થવાના કારણે તેને ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે ગોરવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી.
60 વર્ષીય વૃદ્ધે સગીરા પર આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, વડોદરામાં 16 વર્ષની સગીરા પર પાડોશમાં રહેતા અશોક પરમાર નામના 60 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતા જ્યારે નોકરીએ ગયા હતા, ત્યારે સાંજના સમયે આરોપી સગીરાને ફોસલાવીને બિલ્ડીંગના બેઝમેન્ટમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ વિકૃતિની હદ હટાવીને સગીરા સાથે શારીરિક અડપલા કર્યા અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપીએ કોઈને કહીશ તો જાનથી મારી નાખશી તેવી સગીરાને ધમકી આપી હતી. બનાવ અંગે પીડિતાએ પરિવારને કરી હતી. આ પછી પરિવારજનોએ બેઝમેન્ટના સીસીટીવી ચકાસતાં સમગ્ર ઘટના સામે આવી હતી. જેને લઈને સ્થાનિકોએ આરોપી સાથે હાથાપાઈ કરી હતી. જેમાં આરોપીને ઈજા પહોંચી હતી. જ્યારે સમગ્ર ઘટના મામલે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી અને આરોપીની અટકાયત કરી હતી.
સમગ્ર ઘટના મામલે ACPએ જણાવ્યું હતું કે, '24 ફેબ્રુઆરીને સાંજે ગોરવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 60 વર્ષના આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે બનાવને પગલે સાયન્ટીફીક કીટના આધારે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય હતી. જેમાં ઘટના સ્થળેથી ઓઇલની શીશી સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી'