Get The App

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા 5 વર્ષમાં 425 કરોડ ખર્ચાયા પણ પરિણામ 'શૂન્ય', ઉલટાનું વધ્યું

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
Air Pollution in Gujarat


Air Pollution in Gujarat: એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રૂ. 425.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. પિરાણા ડમ્પસાઇટ ઉપરાંત રખિયાલ, સરદાર પટેલ સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર ખતરો વધી રહ્યો છે. પિરાણા ખાતે 26 ડિસેમ્બરે એર ક્વોલિટી ઇન્ડેકસ 320 નોંધાયો હતો. રખિયાલમાં 28 ડિસેમ્બરે AQI 211 તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 27 ડિસેમ્બરે 276 એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવામાં આવ્યો હતો.

પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય ઉપર વધતો ખતરો 

એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને વર્ષ-2020થી 2025 સુધીના પાંચ વર્ષના સમયમાં આપવામાં આવેલી રૂપિયા 425.83 કરોડની ગ્રાન્ટ પૈકી સૌથી વઘુ રૂપિયા 252.71 કરોડ રોડની કામગીરી પાછળ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવી છે. પાંચ વર્ષમાં આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ મ્યુનિ. તંત્રના ઇજનેર વિભાગની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે વહેલી સવાર અને સાંજના સમયે શહેરના પિરાણા ઉપરાંત ગોતા સહિતના મ્યુનિ. હદમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં ઘૂળની ડમરીઓ ઉડતી નજરે પડી રહી છે.

ટ્રાફિકજામની પરિસ્થિતિને લઈને પણ પ્રદૂષણમાં સતત વધારો

શહેરના રખિયાલ ઉપરાંત રાયખડ જેવા વિસ્તારોમાં ટ્રાફિકજામની પરિસ્થિતિને લઈ હવાના પ્રદૂષણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એર ક્વોલિટી ઇન્ડેકસને લઈ મળેલી માહિતી મુજબ 23થી 29 ડિસેમ્બર 2024 સુધીના સાત દિવસ દરમિયાન શહેરના 10 વિસ્તારમાં 100થી ઉપર એર ક્વોલિટી ઇન્ડેકસ નોંધાવા પામ્યો હતો. 

પાંચ વર્ષમાં મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ AQIમાં કોઈ સુધાર નહિ  

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી શહેરના જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધતું હોય તેવા વિસ્તારોમાં મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનો થોડા સમય પહેલા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી મ્યુનિ. તંત્રએ જે તે વિસ્તારના લોકોના વિરોધ કે અન્ય કારણથી મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરવાનું બંધ કરી દીઘું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. એર ક્વોલિટી કંટ્રોલ અંતર્ગત પાંચ વર્ષમાં મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ કોઈ સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા નથી.

મહત્તમ એર ક્વોલિટી ઇન્ડેકસ કયાં-કયાં?

23થી 29 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી શહેરના જુદા જુદા દસ સ્પોટ ઉપર એર ક્વોલિટી ઇન્ડેકસ માપવામાં આવતાં મહત્તમ ઇન્ડેકસ આ મુજબ નોંધાવા પામ્યો હતો.

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા 5 વર્ષમાં 425 કરોડ ખર્ચાયા પણ પરિણામ 'શૂન્ય', ઉલટાનું વધ્યું 2 - image

પાંચ વર્ષમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા કયાં-કેટલી રકમનો ખર્ચ કરાયો?

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા 5 વર્ષમાં 425 કરોડ ખર્ચાયા પણ પરિણામ 'શૂન્ય', ઉલટાનું વધ્યું 3 - image

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા 5 વર્ષમાં 425 કરોડ ખર્ચાયા પણ પરિણામ 'શૂન્ય', ઉલટાનું વધ્યું 4 - image


Google NewsGoogle News