Get The App

અમદાવાદમાં રાજપુરના 400 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિમાઓનું સ્થળાંતર

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
અમદાવાદમાં રાજપુરના 400 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિમાઓનું સ્થળાંતર 1 - image


Ahmedabad Jain Derasar: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આજે પણ નદી પાર શિફ્ટ થયેલા શ્રદ્ધાળુ આ પ્રાચીન દેરાસરમાં દર્શનાર્થે આવે છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે.

પ્રાચીન જિનાલયોનું ઉત્થાપન કરીને અન્યત્ર ખસેડવા માટે ચોક્કસ ધાર્મિક વિધિ અનુસરવામાં આવતી હોય છે. અહીંના સ્થાનિકોનું માનવું હતું કે 400 વર્ષ પ્રાચીન જિનાલય સાથે અમારી ધાર્મિક લાગણી જોડાયેલી છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ સૂનું લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી. આ દરમિયાન કેટલાક યુઝર્સે પ્રતિમાઓનું ઉત્થાપન સમયે ધાર્મિક સંસ્કારો અને પરંપરા મુજબ વાજતે ગાજતે બગીમાં બેસાડીને થાય તેવી પણ ભાવના વ્યક્ત કરી હતી.

અમદાવાદમાં રાજપુરના 400 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિમાઓનું સ્થળાંતર 2 - image


Google NewsGoogle News