Get The App

અમદાવાદના 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે: સરળ શબ્દોમાં સમજો કઈ રીતે ચક્કાજામથી મળશે રાહત

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
અમદાવાદના 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે: સરળ શબ્દોમાં સમજો કઈ રીતે ચક્કાજામથી મળશે રાહત 1 - image


Ahmedabad Traffic Signals Connected To AI: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવીત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (AI) આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ(ATCS) સિસ્ટમ લાગુ કરાશે. જેમાં અમદાવાદ શહેરના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલને  AIથી જોડવામાં આવશે. 

400 જેટલાં ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રોડ-સસ્તા, બ્રિજ સહિતની કામગીરી સતત ચાલતી રહેતી હોય છે, ત્યારે ઘણાં વિસ્તારમાં ચક્કાજામના દ્રશ્યો સર્જાતા હોય છે. જ્યારે હવે અમદાવાદવાસીઓને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે અને તેમના સમય બચે તે માટે નવી સિસ્ટમ વિકાસાવાશે. જેમાં શહેરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલને  AIથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે, તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાશે.

શહેરમાં કોઈ ઈમરજન્સી દરમિયાન ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ન હોવાથી ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. જ્યારે હવે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવાશે. તેમજ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટના સર્જાયો છે અને તેનાથી ટ્રાફિક ઊભુ થાય છે તો ઘટના સ્થળના આગળ-પાછળના સિગ્નલને ડાયવર્ટ કરાશે. 

આ પણ વાંચો: સુરતમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો, પોલીસ સ્ટેશનમાં પીએસઓને તમાચો ઝીંક્યો

કઈ રીતે કામ કરશે નવી સિસ્ટમ?

અમદાવાદમાં વિવિધ ટ્રાફિક સિગ્નલને AI સાથે જોડવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તેની વાત કરીએ તો, શહેરના કોઈ એક સર્કલ પર વધુ વાહનો નીકળી રહ્યા હશે કે ટ્રાફિક ઊભુ થયું હશે તેની જાણકારી કંટ્રોલ રૂમમાં અપાશે. ત્યારબાદ કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિકના ડેટાનું એનાલિસિસ કરીને આગળના સિગ્નલને માહિતી મોકલાશે કે, કયા રોડ પરથી ટ્રાફિકનો ફ્લો વધુ છે અથવા ટ્રાફિક થઈ રહ્યું છે. આ પ્રકારની સિસ્ટમમાં ગુગલ મેપના એનાલિસિસને પણ ધ્યાને લેવામાં આવશે.



Google NewsGoogle News