અમદાવાદીઓ ગરમીનો પારો ઊંચકાશે!! તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, આજથી 3 દિવસ યલો એલર્ટ
Weather Updates: અમદાવાદમાં શુક્રવાર (ચોથી એપ્રિલ) આગ વરસાવતી ગરમી પડી શકે છે. હવામાન વિભાગા દ્વારા શુક્રવારથી રવિવાર એમ ત્રણ દિવસ યલો એલર્ટ અને સોમવાર-મંગળવાર એમ બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
8 શહેરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન
અમદાવાદમાં ગુરૂવારે (ત્રીજી એપ્રિલ) 10 ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. આજે દિવસ દરમિયાન ભૂજમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું. આ સિવાય રાજકોટમાં 42.7 ડિગ્રી, અમરેલીમાં 41.3 ડિગ્રી, ડીસા 41.2 ડિગ્રી, અમદાવાદ 40.0 ડિગ્રી, ગાંધીનગર 39.9 ડિગ્રી, નલિયા 39.6 ડિગ્રીએ ગરમીનો પારો નોંધાયો હતો. હવામાનવિભાગદ્વારા આગામી ત્રણ દિવસ પોરબંદરમાં ઓરેન્જ જ્યારે રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની પણ સંભાવના છે.
આ પણ વાંચો: ચાલુ ગાડીએ રીલ બનાવતી યુવતીનું માથું જ કપાઈ ગયું, રાયપુરમાં ભયંકર માર્ગ અકસ્માત
હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?
- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.
- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.
- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.