Get The App

અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા 1 - image


USA Deportation News | અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ રવિવારે જ અમૃતસર આવી પહોંચી હતી. જેમાં 112 ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. અમેરિકન ઍરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર ,ઍરપોર્ટ પર લેન્ડ થયું. ત્રીજી ફ્લાઇટમાં હરિયાણાના સૌથી વધુ 44, ત્યારબાદ ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ હતા. જ્યારે અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હતા. તેમાંથી 33 ગુજરાતીઓ આજે બે ફ્લાઇટમાં અમદાવાદ આવવાના હતા. તેમાંથી 4 તો અમદાવાદ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીઓના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.



બે ફ્લાઇટમાં 33 ગુજરાતીઓને અમદાવાદ લવાયા 

માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનોમાં કુલ 78 ગુજરાતીઓને અત્યાર સુધી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. 


બીજા વિમાનમાં 116 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા 

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરી, શનિવારે પણ 116 ભારતીયોને લઈને અમેરિકન ઍરફોર્સનું બીજું વિમાન મોડી રાત્રે અમૃતસર ઍરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60થી વધુ પંજાબના અને 30થી વધુ હરિયાણાના હતા. જ્યારે તેમાં 8 લોકો ગુજરાતના હતા અને અન્ય ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. તેમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમર ના હતા. 

અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા 2 - image

પહેલી ફ્લાઇટમાં 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ ડિપોર્ટ થયા હતા 

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યા છે ત્યારથી તેમણે વિવિધ દેશોના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેમના દેશોમાં પાછા મોકલવાનું શરુ કરી દીધું છે. આ અભિયાન હેઠળ જ 5 ફેબ્રુઆરીએ ભારતમાં પહેલી ફ્લાઇટ અમેરિકાથી મોકલાઈ હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરાયા હતા. આ ફ્લાઇટમાં સૌથી વધુ પંજાબ અને ગુજરાતના જ લોકો હતા.  

અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા 3 - image

અમેરિકાથી ત્રીજી ફ્લાઇટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી 

રાણા સપનાબેન ચેતનસિંહગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગર
રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહગાંધીનગર
પ્રજાપતિ પાયલ અનિલકુમારકલોલ
પટેલ દીપ ઘનશ્યામભાઈકડી
પટેલ સાક્ષીબેન દીપકડી
હસમુખભાઈ રેવાભાઈ પટેલવિજાપુર
લુહાર ધવલભાઈ કિરીટકુમારકલોલ
લુહાર પૂજા ધવલભાઈકલોલ
લુહાર રુદ્ર ધવલભાઈકલોલ
પટેલ નીત તુષારભાઈઅમદાવાદ
પટેલ તુષાર પ્રવીણચંદ્રઅમદાવાદ
પટેલ ચેતનાબેન તુષારભાઈઅમદાવાદ
પટેલ હિમાંશી ચિરાગકુમારઅમદાવાદ
પટેલ ચિરાગકુમાર શૈલેષકુમારઅમદાવાદ
પટેલ હાર્દિક દશરથભાઈઅમદાવાદ
પટેલ સ્વાતિ હાર્દિકભાઈઅમદાવાદ
પટેલ હેનિલ હાર્દિક ભાઈઅમદાવાદ
પટેલ દિશા હાર્દિક ભાઈઅમદાવાદ
પટેલ જય રાજેશકડી
પટેલ હારમી રાજેશકુમારકડી
પટેલ માહી રાજેશભાઈકડી
પટેલ મંજુલાબેન રાજેશભાઈકડી
રાવલ રણજીતભાઇગાંધીનગર
રાણા ચેતનસિંહ ભરતસિંહગાંધીનગર
પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈકલોલ
પટેલ રાજેશ બલદેવભાઈકડી
પ્રજાપતિ આરવ અનિલકુમારકલોલ
પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમારકલોલ
હિતેશ રમેશભાઈ રામિસુરેન્દ્રનગર
પટેલ જયેશકુમાર ભોલાભાઈગાંધીનગર
પટેલ હિરલબેન જયેશકુમારગાંધીનગર
પટેલ પ્રાંશ જયેશકુમારગાંધીનગર

અમેરિકાએ ડિપોર્ટ કરેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, અત્યાર સુધી 78ને તગેડી મૂકાયા 4 - image




Google NewsGoogle News