મહેસુલ વિભાગના GAS કેડરના 31 અધિકારીઓની બદલી, ત્રણ અધિકારીઓને બઢતી
GAS Officers Transfer-Promotion : ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા 31 જેટલા GAS કેડરના જુનિયર સ્કેલના અધિકારીઓની બદલી અને પોસ્ટિંગના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે 3 જેટલા મામલતદારની બઢતી કરવામાં આવી છે. જેમાં મહેસુલ વિભાગે રૂપા પટેલ, ભૂમિ કેશવાલા અને એમ જે ભરવાડને વેઇટિંગ ફોર પોસ્ટિંગથી નિમણૂકનો હુકમ કર્યો છે.