અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ દરમિયાન ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત રહશે

માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશેઃ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની મેચ દરમિયાન ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ કર્મચારીઓ તૈનાત રહશે 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડ કપની મેચોની શરૂઆત થશે. (Narendra modi stadium)શહેરમાં નવરાત્રિ અને ક્રિકેટ મેચને લઈને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. (cricket world cup)તે ઉપરાંત શહેર પોલીસ કમિશ્નર દ્વારા ક્રિકેટ મેચોને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. મોદી સ્ટેડિયમમાં વાહનો માટે 15 પાર્કિગ પ્લોટ રહેશે. તેમજ સવારે 11 થી રાત્રે 12 સુધી કેટલાક રૂટની ડાયવર્ટ કરાયા છે. (police notification)ત્યારે 5 અને 14 ઓક્ટોબર, 4,10,19 નવેમ્બરની વર્લ્ડ કપ મેચ રમાશે. ટ્રાફિક સહિત પોલીસનાં 3 હજારથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ તૈનાત રહેશે. 

પોલીસ કમિશ્નરનું જાહેરનામું તમામ મેચો માટે લાગુ પડશે

આ બાબતે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની અમદાવાદ શહેરમાં પાંચ મેચો રમાવા જઈ રહી છે.જેને લઈ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  તે મુજબ ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેને લઈ જનપથ થી સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થી મોટેરા ટી સુધીનો માર્ગ સવારે 11 વાગ્યાથી રાત્રીનાં 12.00 સુધી બંધ રહેશે. તેમજ આ જાહેરનામું આવતીકાલની મેચ સહિત તમામ મેચો માટે લાગુ પડશે.

ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે

ટ્રાફિક ન થાય તે માટે 15 જેટલા પ્લોટો છે. જેમાંથી ચાર ટુ વ્હીલર માટેનાં છે.  તેમજ 11 ફોર વ્હીલર માટેનાં પાર્કિગ પ્લોટો છે. આ જે પાર્કીગ પ્લોટ છે. માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ અડચણરૂપ વાહનથી ટ્રાફિક ન થાય તે માટે સતત ક્રેન માર્ગ પર ફરતી રહેશે. તેમજ મેચ વખતે એડીશનલ પોલીસ કમિશ્નર, 3 ડીસીપી, 4 એસીપી સહિત 1250 જેટલા ટ્રાફિકનાં અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે.


Google NewsGoogle News