ઇટાલીના રોમમા સ્વામીનારાયણ અક્ષર પુરૂષોત્તમ તત્વજ્ઞાાનનું સ્વાગત કરાયું
રોમમાં ૨૫મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ ફિલોસોફી યોજાઇ
બીએપીએસના વિદ્ધાન મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામીની અધ્યક્ષતામાં વિશિષ્ટ સત્રનું આયોજન કરાયું
અમદાવાદ, સોમવાર
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મંહત સ્વામીની પ્રેરણાથી
સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્રીય
તત્વજ્ઞાાનને રજુ કરવામાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વામીનારાયણ ભગવાનના વૈદિક તત્વજ્ઞાાનને અક્ષર પુરૂષોત્તમ દર્શન તરીકે ઓળખવામાં
આવે છે. આઠ દિવસીય પરિષદનું આયોજન વિશ્વની સૌથી જુની યુનિવર્સિટીઓ પૈકીની એક એવી રોમ સેપિએન્ઝા યુનિવર્સિટીમાં ૧ થી ૮ ઓગસ્ટ
સુધી આયોજન કરાયું હતું. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના નિષ્ણાંત હોય તેવા પાંચ હજાર
કરતા વધુ વિદ્ધાનો ૧૨૦ જેટલા દેશોમાંથી
આવ્યા હતા. કોન્ફરન્સમાં મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામીની અધ્યક્ષતામાં અક્ષર
પુરૂષોત્તમ દર્શન અને આધ્યાત્મિક પર્યાવરણીય વિઝન પર સત્ર યોજાયું હતું. આ સત્રમાં અક્ષર પુરૂષોત્તમ દર્શન માનવસેવા અને પર્યાવરણ
સાથે કેવી રીતે સુમેળ સાંધે છે? તે અંગે સંશોધનો રજૂ કરાયા હતા. આ પ્રસંગે
દિલ્હી યુનિર્સિટીના તત્વજ્ઞાાનના પ્રોફેસર બાલગણપતિ દેવારાકોન્ડાએ કહ્યું કે
અક્ષર પુરૂષોત્તમ વેદાંત દર્શનનું મુળ
સનાતન હિંદુ શાસ્ત્રોમાં છે. ખાસ કરીને પશ્ચિમી તત્વજ્ઞાાનના વિદ્ધાનો આ દર્શન
શાસ્ત્રમાં રૂચી લેતા થયા તે આનંદની વાત છે. ખાસ કરીને ૨૦૨૮માં જાપાનના ટોકિયોામાં યોજાનારી ૨૬મી
વર્લ્ડ કોંગ્રેસ ફિલોસોફી કોન્ફરન્સમા
અક્ષર પુરૂષોત્તમ દર્શનને રજૂ કરવા
માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.