પોલીસમાં મહત્વની બે પોસ્ટ ખાલી, સિનિયર IPS અધિકારીઓની બદલીઓ જાહેર થશે
આગામી દિવસોમાં ફરીથી સાત થી આઠ આઇપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂંકની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે
Senior IPS Transfer : સીઆઇડી ક્રાઇમના એડીજીપી સુભાષ ત્રિવેદી અને ઇન્ટેલીજન્સના એડીજીપી આર બી બ્રહ્યભટ્ટ નિવૃત થતા પોલીસમાં મહત્વની બે પોસ્ટ ખાલી પડી છે. આ ઉપરાંત, હજુ એસ પી કક્ષાની કેટલીક જગ્યા ઇન્ચાર્જમાં હોવાથી આગામી દિવસોમાં ફરીથી આઇપીએસની બદલીઓનો રાઉન્ડ જાહેર થશે. આ ઉપરાંત, ગુરૂવારે રાજ્ય પોલીસ વડાએ રાજ્યના 233 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન આપવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્ટેલીજન્સ વિભાગના વડા એડીશન ડાયરેક્ટર ઓફ પોલીસ આર બી બ્રહ્યભટ્ટ અને સીઆઇડી ક્રાઇમના એડીજીપી સુભાષ બ્રહ્યભટ્ટ ૩૧મી જુલાઇના રોજ નિવૃત થયા છે. જેથી ગુજરાત પોલીસમાં બે મહત્વની પોસ્ટ ખાલી પડી છે. આ ઉપરાંત, હજુ પણ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓની કેટલીક પોસ્ટ ખાલી છે. જેથી આગામી દિવસોમાં ફરીથી સાત થી આઠ આઇપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂંકની જાહેરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવશે.
બીજી તરફ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવશે. તેમ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ગુરૂવારે ૨૩૩ જેટલા પીએસઆઇને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેના પ્રમોશન જાહેર કરાયા હતા. જેમાં એક અધિકારીનો એસીબીના કેસમાં નિર્દોષ છુટકારો થતા તેની પીઆઇનું પ્રમોશન અપાયું છે. સાથેસાથે શરત મુકવામાં આવી છે કે રાજ્ય સરકારે ઉપલી કોર્ટમાં અપીલ કરી છે. જેથી તેના નિર્ણયને આધારે પ્રમોશનને અસર થઇ શકે છે.આમ, રાજ્યમાં આગામી દિવસોમાં મોટાપાયે બદલીઓ થશે.
.