Get The App

૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર મિલ્ક કેક તેમજ ગ્રેવીના સેમ્પલ અનસેફ ફુડ જાહેર કરવામાં આવ્યાં

પનીર ઉપરાંત ટોમેટો સોસ, મસાલા ખીચડી સહિતના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ

Updated: Apr 14th, 2024


Google NewsGoogle News

       ૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર મિલ્ક કેક તેમજ ગ્રેવીના સેમ્પલ અનસેફ ફુડ જાહેર કરવામાં આવ્યાં 1 - image

 અમદાવાદ,શનિવાર,13 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગ તરફથી શંકાસ્પદ ફુડ સેમ્પલ લેવામાં આવે છે.આ વર્ષે અત્યાર સુધીમાં ૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર કરાયા છે.મિલ્ક કેક તેમજ ગ્રેવીના સેમ્પલ અનસેફ ફુડ જયારે પનીર ઉપરાંત ટોમેટો સોસ, મસાલા ખીચડી સહિતના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

એપ્રિલ મહિનાના આરંભથી ફુડ વિભાગ તરફથી દુધ અને દુધની બનાવટ ઉપરાંત બેકરી પ્રોડકટ, નમકીન, મેંગો મિલ્કશેક,જયુસ સહિતના કુલ ૮૬૧ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી ૨૨ સેમ્પલ અપ્રમાણિત જાહેર કરાયા છે.મ્યુનિ.ના આરોગ્ય અધિકારી ડોકટર ભાવિન જોષીએ કહયુ,મણીનગરમાં આવેલ લખનૌ સ્વીટ માર્ટમાંથી લેવામાં આવેલ મિલ્ક કેક તેમજ  પંજાબી પોટ,શાહીબાગ ખાતેથી લેવામાં આવેલ ગ્રેવીના સેમ્પલને અનસેફ ફુડ જાહેર કરવામાં આવ્યુ છે.જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયમાં મલાઈ પનીર, ટોમેટો ગ્રેવી, પનીર ઉપરાંત મીઠો માવા, ફ્રાયમ્સ, ટોમેટો સોસ-કેચઅપ તેમજ બટર અને મસાલા ખીચડીના સેમ્પલને સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.કુલ આઠ એકમ સીલ કરી આ વર્ષમાં રુપિયા ૧૫ લાખથી વધુની રકમ વહીવટી ચાર્જ પેટે વસૂલ કરવામાં આવી છે.


Google NewsGoogle News