અમદાવાદમાં ભારત-પાક વચ્ચેની મેચના દિવસે વધુ 22 BRTS બસ દોડશે, 108 એમ્બ્યુલન્સ મૂકાશે

આ અગાઉ મેટ્રો ટ્રેનના સમયમાં પણ મેચના દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં ભારત-પાક વચ્ચેની મેચના દિવસે વધુ 22 BRTS બસ દોડશે, 108 એમ્બ્યુલન્સ મૂકાશે 1 - image



અમદાવાદ: શહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો ખેલાવવાનો છે.(AMC) બીજી તરફ આ મેચના પગલે ક્રિકેટ રસિયાઓમાં એનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (BRTS)ત્યારે આ સ્થિતિ વચ્ચે એએમસી દ્વારા દર્શકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Metro train) ભારત-પાકિસ્તાન મેચના દિવસે મેટ્રો બાદ BRTS બસોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (ind vs pak match)બીજી તરફ પ્રેક્ષકોને લઈને પણ મેડિકલ સુવિધા માટે પણ 108 એમ્બ્યુલન્સ અને હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે. 

BRTSની  22 બસો દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો

ભારત-પાકિસ્તાન મેચના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી વધુ BRTSની  22 બસો દોડવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, આ અગાઉ નમો સ્ટેડિયમ સુધી 45 BRTS બસો દોડતી હતી. ત્યારે હવે કુલ 67 બસો સ્ટેડિયમ સુધી દોડશે. જેના પગલે ક્રિકેટ ફેન્સ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકશે. બીઆરટીએસ બસ સવારના 6 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી શરૂ રહશે. આ અગાઉ મેટ્રો ટ્રેનના સમયમાં પણ મેચના દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.

સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવાનું આયોજન

મોદી સ્ટેડિયમ ખાતે ગરમીના માહોલની વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવશે. આ સાથે જ ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ પાકિસ્તાનની મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો આવવાના છે. ત્યારે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. સ્ટેડિયમના મુખ્ય 6 ગેટ ઉપર 6 એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી છે. ફિલ્ડ ઓફ પ્લે એરિયામાં, પ્લેયર મેડિકલ રૂમ પાસે, સ્પેકટેટર મેડિકલ રૂમ પાસે, રેમ્પ પાસે અને ફાયર સેફ્ટી એરિયા પાસે એમ્બ્યુલન્સ મુકવામાં આવશે. 


Google NewsGoogle News