Get The App

ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતા, ઇન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 22.50 લાખ મહિલા કરદાતા, ઇન્કમટેક્સ ચૂકવવાને મામલે દેશમાં બીજા સ્થાને 1 - image


Income Tax : ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે. 30 સપ્ટેમ્બર 2024 મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઇન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર 36.83 લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા, તામિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે. 

સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ, 2022-23માં 2.10 કરોડ હતી. કોવિડના વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો  વધારો નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં મહિલા કરદાતાઓ

વર્ષમહિલા કરદાતા
2019-2018,08,749
2020-2118,48,233
2021-2219,50,499
2022-2320,84,639
2023-2422,50,098

નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા

રાજ્યમહિલા કરદાતા
મહારાષ્ટ્ર36,83,457
ગુજરાત22,50,098
ઉત્તર પ્રદેશ20,43,794
તામિલનાડુ15,51,769
રાજસ્થાન13,52,202



Google NewsGoogle News