25 બ્રિજ બનાવવા કોન્ટ્રાક્ટર પર અંદાજ કરતાં રૂ. 212 કરોડ વધારે લૂંટાવ્યા, AMCના ગોટાળા!
Flyover Bridge in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બોર્ડ બેઠકમાં ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો કે, 5 વર્ષમાં 25 બ્રિજ બનવવા માટે અંદાજે 1200.51 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ અંદાજ કરતાં વધુ ટકાવારી સાથે કોન્ટ્રાક્ટરને બ્રિજ બનાવવાની કામગીરી માટે 1413.37 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા. જે કોન્ટ્રાક્ટરોને 212.23 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વર્ષ 2017માં 40 કરોડ રૂપિયાના ખર્ચથી હાટકેશ્વર જંક્શન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા અજય ઇન્ફ્રાકોનને કામગીરી અપાયા બાદ ઑગસ્ટ 2022થી આ બ્રિજ વપરાશ માટે બંધ કરાયો છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાના બદલે મ્યુનિસિપલ કૉર્પોરેશને પલ્લવ જંક્શન ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા અજય ઇન્ફ્રાકોનને 26.72 કરોડના વધારા સાથે કામગીરી આપી છે. હાટકેશ્વર બ્રિજ તોડી પાડી અને નવો બનાવવા પાછળ 52 કરોડ રૂપિયાનો ખર્ચ અજય ઇન્ફ્રાકોન પાસેથી વસૂલાશે એવી કોઈ લેખિત બાંહેધરી મ્યુનિસિપલ તંત્રે લીધી નથી. આમ હાટકેશ્વર બ્રિજ પર 52 કરોડ રૂપિયા નહીં, પરંતુ 92 કરોડ રૂપિયામાં પડશે.