વંદે ભારત ટ્રેને રેકોર્ડ તોડ્યો, અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં 130 કિ.મી.ની ઝડપે દોડી

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
વંદે ભારત ટ્રેને રેકોર્ડ તોડ્યો, અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં 130 કિ.મી.ની ઝડપે દોડી 1 - image


Vande Bharat: અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે. આ વંદે ભારત ટ્રેનની 130 કિલોમીટટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવી રહી છે. આજે (09 ઓગસ્ટ) સવારે 7 વાગ્યે અમદાવાદથી વંદે ભારત ટ્રેન રવાના થઈ હતી.

વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોચી 

વંદે ભારત ટ્રેન તેના ટ્રાયર રન દરમિયાન અમદાવાદથી વડોદરા-સુરત થઈને મુંબઈ સેન્ટ્રલ પહોચી ગઈ છે. હાલમાં દેશના મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન 16 કોચ અને નાના શહેરો વચ્ચે 8 કોચ સાથે દોડી રહી છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 16 કોચની બે વંદે ભારત ટ્રેન પણ દોડી રહી છે. ત્યારે હવે અમદાવાદથી 20 કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલાથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતની દુર્ઘટનાઓ મુદ્દે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ

ટ્રાયલ રનની સફળતા બાદ ટ્રેન શરુ કરવામાં આવશે

વંદે ભારત ટ્રેનને મળી રહેલા 100 ટકા પ્રતિસાદ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન શરુ કરવામાં આવશે. હાલ 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરીને એ જોવામાં આવી રહ્યું છેકે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ તેમજ ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.

અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે

ઉલ્લેખનીય છેકે દિલ્હીથી મુંબઈ વચ્ચે 160 કિ.મી પ્રતિકલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે 'મિશન રફ્તાર' પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પહેલા 130 કિ.મી અને પછી 160 કિ.મી પ્રતિકલાક સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વંદે ભારત ટ્રેને રેકોર્ડ તોડ્યો, અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રાયલ રનમાં 130 કિ.મી.ની ઝડપે દોડી 2 - image


Google NewsGoogle News