Get The App

અમદાવાદના નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
અમદાવાદના નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં 1 - image
Representative image

Gas leaks in Ahmedabad: અમદાવાદ નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 2 શ્રમિકનાં મોત નિપજ્યાં હોવાની અહેવાલ છે. આ ઘટનામાં નવ વ્યક્તિઓને ગેસની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.  ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે 9 લોકો બેભાન થઈ ગયા હતા. જેમને હાજર સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે 108 બોલાવી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં બે વ્યક્તિઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા જ ઘટનાસ્થળે પહોંચીને ગેસ ગળતર બંધ કરાવવામાં આવ્યું હતું. ચાસમગ્ર ઘટના મામલે હવે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના નારોલમાં મોટી દુર્ઘટના, ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 2નાં મોત, 7ને હોસ્પિટલ ખસેડાયાં 2 - image


Google NewsGoogle News