Get The App

રાજ્યના 167 શહેરનો 'eNagar'પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને 42 સેવા ઓનલાઈન મળશે

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
eNagar


eNagar Digital Service : ટેક્નોલોજીના યુગમાં લોકો હવે ડિજિટલ મોડ્યુલ અપનાવી રહ્યાં છે. આ દરમિયાન સરકાર દ્વારા લોકોને ઓનલાઈન સેવા પૂરી પાડવા માટે કાર્યરત છે. તેવામાં ગુજરાતમાં ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવામાં વધુ એક ડિજિટલ યોજના એટલે 'eNagar' શરૂ કરાઈ છે. જેમાં રાજ્યની 159 નગર પાલિકા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને 'eNagar' પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ લોકોને વિવિધ પ્રકારની 42 સેવાઓ અને 09 મોડ્યુલ્સ ઓનલાઈન મળી રહેશે.

'eNagar'માં આ સેવાઓ મળશે

રાજ્યના શહેરોમાં વસતા લોકોના ભાગદોડભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતા કેન્દ્રિય ડિજિટલ 'eNagar' પ્લેટફોર્મમાં મુખ્યત્વે 09 મોડ્યુલ્સ અને 42 જેટલી સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં નાગરિકોને ઓનલાઈન મેરેજ રજીસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમિશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ, સમય અને નાણાની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા મળી રહે છે. 

આ પણ વાંચો: શિયાળામાં માવઠું, ગુજરાતમાં 26થી 28 ડિસેમ્બર ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગાંધીનગરની યાદી મુજબ, ઈ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે 'eNagar' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે.

159 નગરપાલિકાઓ અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનનો 'eNagar'માં સમાવેશ

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 'eNagar' પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે. જે અંતર્ગત રાજ્યની 159 નગર પાલિકા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને 'eNagar' પ્રોજેક્ટમાં આવરી લેવાયા છે. વધુ જાણકારી 'eNagar'ની ઓફિશિયલ વેબસાઈટ https://enagar.gujarat.gov.in/DIGIGOV/ પરથી મેળવી શકાશે.


Google NewsGoogle News